GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગુજરાતમાં મેઘમહેરના કહેરમાં માનવજીંદગીને બચાવવા માટે બચાવટીમના જવાનો બન્યા દેવદૂત

ગુજરાતમાં મેઘમહેર કહેરમાં ફેરવાતા અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે ભયાનક પૂરમાં ફસાયેલી માનવ જિંદગીને બચાવવા બચાવ ટીમના જવાનોએ પોતાના જાનની પણ બાજી લગાવી દીધી. બચાવ ટીમે અનેક સ્થળોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોના જીવ બચાવ્યા.

વડોદરામાં ધસમસતા પાણીમાં વાસુદેવ બની બાળકને લઇ જતા આ પોલીસ જવાનને તો હવે આખી દુનિયા ઓળખે છે. ગળાડૂબ પાણીમાં પ્લાસ્ટિકના ટબમાં દોઢ માસના બાળકને સલામત સ્થળે લઇ જતા જાંબાઝ પોલીસ જવાન ગોવિંદ ચાવડાએ દેશવાસીઓને કૃષ્મજન્મની યાદ અપાવી દીધી હતી. જોતજોતામાં આ વીડિયો વાયરલ થયો અને લોકો તેમની હિંમત, બહાદૂરી અને સાહસ પર આફરીન પોકારી ઉઠ્યા હતા. માસૂમ બાળક માટે તે ખરા અર્થમાં દેવદૂત બનીને આવ્યા હતા.

જામનગરના જોડિયા તાલુકામાં પાણીમાં ફસાયેલા અધિકારીઓ માટે પણ એરફોર્સના જવાનો દેવદૂત બન્યા હતા. પૂરની સ્થિતિનો તાગ મેળવવા ગયેલા અધિકારીઓ માનપર-હીરાપર વચ્ચે ફસાઇ ગયા હતા. પરંતુ આખરે એરફોર્સના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી તેમનું રેસ્ક્યું કર્યું હતુ.

બીજી તરફ બાલંભા ગામમાં ફસાયેલા લોકોને પણ એરલિફ્ટ કરીને બચાવી લેવાયા હતા. જાંબાઝ જવાનોએ જીવ બચાવવા માટે અગાશી પર ચઢી ગયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કર્યા હતા.

મોરબીના માળીયા મીયાણામાં પણ પાણીમાં ફસાયેલી 52 વિદ્યાર્થીઓને બચાવી લેવાઇ હતી. કેજીબી ગલ્સૅ હોસ્ટેલમાં ફસાયેલી વિદ્યાર્થીઓ માટે એનડીઆરએફની ટીમ સંકટ મોચક બનીને આવી હતી. જવાનોએ નાની નાની બાળકીઓને ખભે ઉંચકીને પાણીના પ્રચંડ પ્રવાહમાંથી તેમને સલામત બહાર કાઢી હતી.

બીજી તરફ ટંકારાના કલ્યાણપુર રોડ પર આવેલા વોકળાના કાંઠે ફસાયેલા લોકો માટે પણ જવાનો તારણહાર બન્યા હતા. પોલીસના જવાનોએ કેડસમા પાણીમાં ભારે જહેમત ઉઠાવી તમામને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા.

રાજકોટના તરઘડી ગામમાં પણ ભારે પાણી ફરી વળતા ગ્રામજનો ફસાયા હતા. પરંતુ તેમના માટે પોલીસના જવાનો જાણે કે દેવદૂત બનીને આવ્યા હતા. પોલીસના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતુ.

READ ALSO

Related posts

વિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી

pratik shah

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah

દુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!