GSTV

VIDEO/ 50 ફૂટ ઉંડા ખાડામાં પડેલા હાથીના બચ્ચાને આખરે મહામહેનતે સહિસલામત બહાર કાઢ્યું

તમિલનાડૂમાં રેસ્ક્યૂ ટીમે 16 કલાકની મહામહેનત કરીને એક હાથીના બચ્ચાને 50 ફૂટના ઉંડા ખાડામાંથી સુરક્ષિત બહાર કાઢ્યુ છે. આ ઘટના ધરમપુરી જિલ્લા સ્થિત પંચપલ્લી ગામની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એક નાનકડુ હાથીનું બચ્ચ ઉંડા કુવામાં ખાબકી ગયુ હતું. જ્યારે એક ખેડૂતે તેના રડવાનો અવાજ સાંભળ્યો તો, તુરંત પ્રશાસનને તેના વિશે જાણકારી આપી. ત્યાર બાદ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને 8 વર્ષિય આ નાના બચ્ચાને કુઆમાંથી સુરક્ષિત બહાર કઢાયુ હતું.

હાલમાં સોશિયલ મીડિયા પર હાથીના આ બચ્ચાના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને બચાવ માટે કરવામા આવેલી કામગીરીના લોક ખૂબ વખાણ કરી રહ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન ફાયરલ વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવામાં આવ્યુ હતું.

અહીં આપેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે, ક્રેન અને કપડાની એક મજબૂત પટ્ટીની મદદથી નાનકડા હાથીના બચ્ચાને કુઆમાંથી બહાર કાઢવામાં આવી રહ્યુ છે. આજૂબાજૂમાં લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે. કહેવાય છે કે, 16 કલાકની મહામહેનત બાદ આખરે આ બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યુ હતું. આ ઓપરેશન દરમિયના અમુક અમુક સમયે હાથીના બચ્ચાને ખાવાનું પણ પહોંચાડવામાં આવતુ હતું. જેથી તો નબળુ ન પડે.

READ ALSO

Related posts

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!