GSTV

ટીવી મીડિયાનું ખોટા દર્શકો બતાવવાનું કૌભાંડ, ખોટી TRP માટે રિપબ્લિક અને અન્ય બે ચેનલ સામે થશે તપાસ- મુંબઈ કમિશ્નર

દેશની ત્રણ ટીવી ચેનલો દ્વારા નકલી દર્શકો ઉભા કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યાની માહિતી મુંબઈ પોલીસે આજે રજૂ કરી હતી. મુંબઈના પોલીસ કમિશનર પરમબિર સિંહે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે અમારી ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન TRP (ટેલિવિઝન રેન્કિંગ પોઈન્ટ) વધારે દર્શાવવા માટે થઈ રહેલી ગરબડ પકડી પાડી છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં જાહેરાતો ટીઆરપીના આધારે આવતી હોય છે. એવી વ્યાપક માન્યતા છે કે જે ચેનલની ટીઆરપી વધારે એ વધુ લોકો જૂએ છે. સ્વાભાવિક રીતે વધુ જોવાતી હોય એવી ચેનલને જ વધારે જાહેરખબરો મળે અને તેની આવક થાય.

ચેનલની ટીઆરપી વધારે એ વધુ લોકો જૂએ છે.

ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ટીવી અને અન્ય બે મરાઠી ચેનલ  વિરૂદ્ધ હાલ તપાસ શરૂ થઈ છે. જરૂર પડયે આ તપાસ અન્ય ચેનલો સુધી વિસ્તરી શકે છે. હાલ મુંબઈ પોલીસે એક મરાઠી ચેનલના માલિક સહીત ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. એ ઉપરાંત વધારે કર્મચારીઓની તપાસ થશે અને જરૂર પડયે ચેનલોના બેન્ક ખાતાઓની પણ તપાસ કરાશે.

ત્રણ ટીવી ચેનલો દ્વારા નકલી દર્શકો ઉભા કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યાની માહિતી

જોકે રિપબ્લિક ચેનલના બોલકા એડિટર અર્નબ ગોસ્વામીએ આ બધા આરોપ ખોટા ગણાવ્યા હતા અને એ મુંબઈ પોલીસ સામે કાયદાકીય પગલાં લેશે એમ પણ કહ્યું હતું. મુંબઈ પોલીસે કહ્યુ હતું કે ટીઆરપીમાં ગરબડને કારણે જાહેરખબર આપનારાઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ટીઆરપી રેટિંગ દર અઠવાડિયે ધ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) દ્વારા રિલિઝ કરવામાં આવતા હોય છે. ચેનલ કેટલી જોવાય છે, એ માપવા માટે અમુક ઘરોમાં તેના બારોમીટર મુકવામાં આવ્યા હોય છે.

ટીઆરપીમાં ગરબડને કારણે જાહેરખબર આપનારાઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

મુંબઈમાં આવા 2 હજાર મીટર છે. તેના દ્વારા એકઠા થતા આંકડાના આધારે સરેરાશ નક્કી કરવામાં આવે કેે કઈ ચેનલ વધારે જોયા છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ભારતમાં ટેલિવિઝન જાહેરખબરનો ઉદ્યોગ લગભગ 40 હજાર કરોડનો છે.  મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે અમુક ઘરોમાં આ ચેનલોએ 400-500 રૂપિયા આપીને પોતાનું રેટિંગ વધે એટલા માટે ચેનલો ચાલુ રખાવી હતી. જેથી રેટિંગ વખતે એ ચેનલ જોવાતી હોવાનું દેખાય. હકીકતે આવા ઘરોમાં ચેનલ કોઈ જોતું ન હતું, તો પણ તેને સતત ચાલુ રાખવામાં આવતી હતી.

એવા પણ ઘરો મળી આવ્યા હતા જેમાં માંડ થોડું ભણેલા લોકો રહે છે અને અંગ્રેજી ભાષા જાણતા નથી, છતાં અંગ્રેજી ચેનલ ચાલુ રાખતા હતા. રિપબ્લિક ચેનલે મુંબઈ પોલીસ સામે સુશાંત કેસમાં અનેક ખોટા આક્ષેપો કર્યા હતા. એટલે મુંબઈ પોલીસે બદલો લેવા આ પગલું ભર્યું છે, એવી દલીલ રિપબ્લિકે કરી હતી. 

આજ તકને એક લાખનો દંડ

અગ્રણી ચેનલનો દાવો કરતી આજ તકને સમાચાર પ્રસારણના નિયમ ભંગ બદલ ન્યુઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (એનબીએસએ) દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. મોટા ભાગની ચેનલો એ હિન્દી હોય કે અંગ્રેજી.. પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય પ્રમાણભાન ભૂલીને કાર્યક્રમો-સમાચાર રજૂ કરતી હોય છે. આજ તકે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કેટલીક વાંધાજનક ટ્વિટ કરી હતી. તેની નોંધ લઈને એનબીએસએ દ્વારા આ દંડ ફટકારાયો હતો.

ન્યુઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (એનબીએસએ) દ્વારા દંડ કરવામાં આવ્યો

એ ઉપરાંત ઝી ન્યુઝ, ન્યુઝ-24 વગેરે જેવી ચેનલોને સુશાંત સિંહ રાજપુત કેસમાં બેજવાબદાર પ્રસારણ બદલ ઓન એર માફી માંગવાનો આદેશ અપાયો છે. એનબીએસએના ઓર્ડરમાં કહેવાયુ છે કે મૃતક વ્યક્તિના સમાચાર દર્શાવતી વખતે તેની અંગત બાબતોને છેડવી ન જોઈએ. ગુપ્તતાનું પાલન થવું જોઈએ.

જોકે ભારતમાં મોટા ભાગની ચેનલો અંગત બાબતોમાં માથુ મારીને જ પોતાના કાર્યક્રમો ચલાવતી હોય છે. માટે ભારતમાં ચેનલો સમાચારનું વિશ્વાસપાત્ર માધ્યમ ગણાતી નથી. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં પ્રિન્ટ મીડિયા (અખબાર-સામયિક)ને સૌથી વિશ્વાસપાત્ર સમાચાર માધ્યમ ગણાવાયા હતા.

READ ALSO

Related posts

સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર

pratik shah

કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન

Bansari

ખેડૂત આંદોલનમાં ઉતર્યા શરદ પવાર અને આદિત્ય ઠાકરે, આઝાદ મેદાનમાં રેલીને કરશે સંબોધિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!