GSTV
Home » News » દુનિયાના 21 શહેરોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

દુનિયાના 21 શહેરોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

ગણતંત્ર દિવસની દેશની સાથે દુનિયા ભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા દુનિયાભરમાં ઉજવણી કરાઇ હતી. દુનિયાના 21 શહેરોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતભરમાં ગણતંત્ર દિવસની કરાઈ ઉજવણી

ગુજરાભરમાં ગણતંત્ર દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શોર્ય સાહસ સાથે ગુજરાતના રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજવંદન કર્યું હતું. તો અન્ય મહાનુભવોએ પણ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રિપબ્લિક ડેની ઉજણવીમાં ભાગ લીધો હતો. ત્યારે ગુજરાતભરમાં કરવામાં આવેલી ગણતંત્ર દિવસની ઉજણવી પર એક નજર કરીએ.

પ્રદીપ સિંહ જાડેજાએ દહેગામમાં કરી ઉજવણી

દહેગામમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સલામી આપી ઉજવણીમાં ભાગ લીધો હતો. સાથે જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી

ગુજરાત કોંગ્રેસ દ્વારા 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન કર્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આજના સમયમાં સરકાર બંધારણ બદલવાનો પ્રયાસ ન કરે. લોકોના બંધારણીય હકો છીનવાઈ રહ્યા છે..બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું તે સાંપ્રત સ્થિતિમાં અત્યંત જરૂરી છે. સાથે જ બંધારણ કે સન્માન મે કોંગ્રેસ મેદાન મે ના નારા લગાવી ગણતંત્ર પર્વની ઉજવણી કરી. કોંગ્રેસના ધારાસભ્યો, કોર્પોરેટર અને કાર્યકરો દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી. ધ્વજવંદન બાદ બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું. દેશની એકતા માટે બંધારણનું આમુખ વાંચીને શપથ લેવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટરમાં કરાય ઉજવણી

અમદાવાદ સ્થિત પોલિસ હેડ ક્વાર્ટર ખાતે પણ ગણતંત્રતા દિવસની ઉજવણી થઈ. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા એ તિરંગો લહેરાવી સલામી આપી. જ્યાં શહેરના પીઆઇ, એસીપી, ડીસીપી, હાજર રહ્યા હતા.

ગાંધીનગર ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સે કરી ઉજવણી

ગાંધીનગર ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પણ ગણતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. ચિલોડા ખાતે આવેલા બીએસએફ હેડ કવાર્ટર ખાતે તિરંગાને સલામી આપવામાં આવી હતી. ડીઆઈજી પીએસઓ આર.એસ. રોઠોડે તિરંગો લહેરાવ્યો હતો. અને બીએસએફના જવાનોએ સલામી આપી હતી.

પોરબંદરમાં મધ દરિયે લહેરાવાયો તિરંગો

પોરબંદરમાં મધદરિયે ગણતંત્રતા દિવસની ઉજવણી થઈ છે. 71માં ગણતંત્રતા દિવસ પર અરબી સમુદ્રમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ તિરંગો લહેરાવ્યો હતો. અને ધ્વજવંદન કર્યુ હતુ. કડકડતી ઠંડીમાં પણ ભુલકાઓથી માંડીને 85 વર્ષના વૃદ્ધો દરિયામાં પહોંચ્યા હતા. અને તિરંગાને સલામી આપી હતી.

ધાનેરા પોલીસ સ્ટેશનમાં કરાયું ધ્વજવંદન

ધાનેરામાં તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. જો કે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીએ સામાન્ય નાગરિકો માટે ધ્વજવંદનની વ્યવસ્થા જ કરી નહીં. શહેરના સામાન્ય નાગરિકો માટે મામલદાર કચેરીએ ધ્વજવંદન કરવામાં આવતા હતા જો કે આ વખતે મામલતદાર કચેરીમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું નથી. જેથી લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે

મોરારીબાપુએ વીરપૂર રામકથામાં લહેરાવ્યો તિરંગો

વીરપુરમાં જલારામબાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ પૂર્ણ થયા તે નિમીતે અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવમાં ચાલતી મોરારીબાપુની રામકથાના આજે છેલ્લા દિવસે મોરારીબાપુ દ્વારા કથા સ્થળે તિરંગો લહેરાવી સલામી આપીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

સોમનાથ

સોમનાથના પ્રભાસ પાટણમા આવેલા સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ સ્વામી ભકિત પ્રસાદજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમજ ગુરુકુળ ના વિધાથીઓ દ્રારા પરેડ, નૃત્ય, જેવા સાસંકૃતીક કાયઁક્રમ યોજાયા હતા. જેમા સ્થાનીક આગેવાનો અને બહોળી સંખ્યામાં વિધાથીઓ અને વાલીઓ જોડાયા હતા. કોમ્પીટીશનમા પ્રથમ આવનાર વિધાથીઓને સ્નમાનીત કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!