GSTV

ગણતંત્ર દિવસ/ આ વર્ષે માસ્ક પહેરીને યોજાશે પરેડ, જોવા મળશે અલગ નજારો

Last Updated on January 24, 2021 by Mansi Patel

ગણતંત્ર દિવસના અવસર પર રાજપથ પર ભારતીય સેના હંમેશાની જેમ આ વખતે પણ પોતાની તાકાત દેખાડશે. પરંતુ આ વખતે આ કાર્યક્રમ થોડો અલગ રહેશે. કોરોના વાયરસને જોતા આ વખતે આપણા સેનિક પરેડ દરમ્યાન માસ્કમાં જોવા મળશે. સાથે જ આ વખતે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ નહિ હોય, પરંતુ દરેકની નજર આ વખતે રાફેલ ફાઈટર જેટસ પર ટકી રહેશે. તે ઉપરાંત 26 જાન્યુઆરીએ પરેડમાં આર્મીની એંટી એયરક્રાફટ ગન અપગ્રેટેડ શિલ્કા પણ દેખાશે. પહેલીવાર રાજપથ પર પરેડનો હિસ્સો બનવા માટે શિલ્કાને અપગ્રેડ કરાયુ છે. તેની કમાંડિંગ ઓફિસર કેપ્ટન પ્રીતી ચૌધરી હશે. ચાલો જાણાએ કે પરેડમાં શું ખાસ હશે.

મહિલા ફાઈટર પાયલટ

ગણતંત્ર દિવસે પરેડ આ વખતે બિહારની ભાવના કંઠ દેશની પહેલી મહિલા ફાઈટર પાયલટ તરીકે પરેડમાં સામેલ થશે. વર્ષ 2018માં એયરફોર્સની પહેલી મહિલા ફાઈટર પાયલટસના રૂપમાં તેની તૈનાત થઈ હતી. ભાવના કંઠ હાલ લાઈટ કોમબેટ હેલીકોપ્ટર સુકોઈ-30 ઉડાડે છે.

રાફેલનો જલ્વો

આ વખતે પરેડમાં એયરફોર્સના 42 એયરક્રાફટ ભાગ લેશે. પરંતુ દરેકની નજર રાફેલ પર ટકી રહેશે. રાફેલ સાથે મિગ-29 ફાઈટર રાજપથ પર પોતાના કારનામા દેખાડશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રાંસ પાસેથી તેને ખરીદ્યુ હતું. ફ્લાઈપાસ્ટનું સમાપન રાફે્લના ‘વર્ટિકલ ચાર્લી ફોર્મેશન’માં ઉડાન ભરવાથી થશે. ‘વર્ટિકલ ચાર્લી ફોર્મેશન’માં વિમાન ઓછી ઉંચાઈ પર ઉડાન ભરે છે. સીધુ ઉપર જાય છે. અને તે બાદ કળાબાજી કરતા એક ઉંચાઈ પર સ્થિત થઈ જાય છે.

બાંગ્લાદેશ સશસ્ત્ર બળ

આ વર્ષે ગણતંત્ર દિવસમાં પહેલીવાર બાંગ્લાદેશ વળોની એક ટૂકડી ભાગ લેશે. જેમાં 122 સૈનિક હશે. આ માત્ર ત્રીજો મોકો છે જયારે વિદેશના સૈનિકને પરેડ માટે વોલાવ્યા છે. આ પહેલા ફ્રાંસ 2016 અને યૂએઈ 2017ના સૈનિકોએ પરેડમાં ભાગ લીધો હતો.

નૌસેનાની ઝાંખી

ગણતંત્ર દિવસની પરેડમાં નૌસેનાની ઝાંખીમાં INS વિક્રાંતનું મોડેલ અને 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે પાકિસ્તાન સાથે થયેલી ભારતની લડાઈના નૌસૈન્ય અભીયાનોની ઝલક દેખાશે. નૌસેનાના પ્રવક્તા કમાંડર વિવેક મઢવાલે કહ્યું કે પરેડમાં આ વર્ષે ઝાંખી સેનાના ત્રણેય અંગોથી સંબંધિત વિષય સ્વર્ણિમ વિજય વર્ષના અનુરૂપ કાઢાશે અને તેમાં 1971માં ભારત-પાક યુદ્ધ દરમ્યાન ભારતીય નૌસેના દ્વારા નિભાવાયેલી શાનદાર ભૂમિકા દર્શાવવામાં આવશે.

દર્શકોની સંખ્યામાં થશે ઘટાડો

આ વખતે ગણતંત્ર દિવસે ઘણા ઓછા લોકોને પરોડ જોવાનો મોકો મળશે. માત્ર 25 હજાર લોકોને જ આવવાની અનુમતિ આપી છે. જયારે ગત વર્ષે લગભગ દોઢ લાખ દર્શકો હતો. આ વખતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એન્ટ્રી નહિ મળે.

READ ALSO

Related posts

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari

પોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા

Damini Patel

ભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!