GSTV
India News ટોપ સ્ટોરી

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

વીરો

પ્રજાસત્તાક દિને વીરતા પુરસ્કાર મેળવનાર વીરોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ વખતે 939 પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે ગેલેંટ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 189 વીરોને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. તે જ સમયે, 88 વીરોને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) આપવામાં આવશે અને 662 ને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ (PM) આપવામાં આવશે. પોલીસ મેડલ પ્રાપ્ત કરનાર 189 વીરોમાંથી 134 જવાનોને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે દેશની સુરક્ષામાં અદમ્ય બહાદુરી દાખવનાર બહાદુર સૈનિકોને વીરતા પુરસ્કાર (Gallantry Award)થી સન્માનિત કરવામાં આવે છે.

વીરો

અદમ્ય સાહસ દર્શાવનાર વીરોને કરાશે સન્માનિત

પોલીસ મેડલથી સન્માનિત થનારા વીરોમાં છત્તીસગઢમાં તેમની વીરતા બદલ 10, દિલ્હી માટે 3, ઝારખંડ માટે 2, મધ્યપ્રદેશના 3, મહારાષ્ટ્રના 7, મણિપુરના 7, ઉત્તર પ્રદેશના 1 અને ઉત્તર પ્રદેશ માટે 10 અને ઓડિશામાં તેમનું અદમ્ય સાહસ દર્શાવનાર વીરોને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં સીઆરપીએફના 30 જવાનોને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ ત્રણ SSB જવાનોને પણ પોલીસ મેડલ આપવામાં આવશે.

વીરો
વીરો

લેન્ટ્રી એવોર્ડ લિસ્ટ

પ્રજાસત્તાક દિવસ, 2022 ના અવસરે જેલ કર્મચારીઓ પર સુધારાત્મક સેવા મેડલ (Correctional Service Medals on prison personnel on the occasion of Republic Day, 2022) પ્રદાન કરાવમાં આવશે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે વીરતા પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે સમાપ્ત થશે. બે ટીમો – ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની એક પુરૂષ ટીમ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની મહિલા ટીમ – મોટરસાયકલ પર તેમના કરતબ દેખાડશે.

લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, જનરલ ઓફિસર કમાન્ડિંગ દિલ્હી એરિયા, પરેડ કમાન્ડર હશે અને મેજર જનરલ આલોક કાકર, ચીફ ઑફ સ્ટાફ દિલ્હી એરિયા, પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હશે, એમ નિવેદનમાં જણાવાયું છે. પરેડ દરમિયાન રાજપથ પર વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી પરેડ કરવામાં આવશે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV