GSTV

મોદી સરકારનો મોટો નિર્ણય/ હવે 23 જાન્યુઆરીથી શરૂ થશે ગણતંત્ર દિવસ સમારંભ, જોઈ લો શા માટે ખાસ છે આ દિવસ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

કેન્દ્ર સરકારે શનિવારે મોટો નિર્ણય લેતા 24 જાન્યુઆરીની જગ્યાએ હવે 23 જાન્યુઆરીથી ગણતંત્ર દિવસ સમારંભ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને ગણતંત્ર દિવસ સમારંભમાં જોડવાના કારણે લીધો છે. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળમાં અત્યાર સુધીમાં કેટલીય મહત્વની જાહેરાત કરી છે. તો આવો જાણીએ સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે ક્યા ક્યા દિવસની જાહેરાત કરી છે.

  • 14- ઓગસ્ટ- વિભાજન ભયાવહ સ્મૃતિ દિવસ
  • 31- ઓક્ટોબર- એકતા દિવસ- રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ)
  • 15-નવેમ્બર- જનજાતિય ગૌરવ દિવસ (ભગવાન બિરસાં મુંડાનો જન્મદિવસ)
  • 26-નવેમ્બર- સંવિધાન દિવસ
  • 26-ડિસેમ્બર-વીર બાળ દિવસ(4 સાહેબજાદાઓને શ્રદ્ધાંજલિ)

આ વખતે ફક્ત 24,000 લોકોને મંજૂરી

રક્ષા પ્રતિષ્ઠાનના સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના કારણે ગત વર્ષે પરેડમાં શામેલ થનારા 25,000 લોકોની સરખામણીએ આ વખતે 24,000 લોકોને જોવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં દર્શક, ગણમાન્ય વ્યક્તિ, સરકારી અધિકારીઓ, બાળકો,એનસીસી કેડેટ, રાજદૂત, સીનિયર નોકરશાહ અને રાજનેતાઓ શામેલ છે. આ 24 હજાર સીટોમાંથી 5200 સીટો સામાન્ય જનતા માટે હશે. જે ટિકિટ ખરીદી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત વર્ષેની માફક આ વખતે રાષ્ટ્રીય સમારંભ કોઈ પણ વિદેશી મુખ્ય મહેમાન વગર જ આયોજીત કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની માફક દર્શકોને દૂર રાખવા માટે નિયમો નક્કી કરવા માટે 6 ફૂટના અંતરે બેસાડવામાં આવશે અને માસ્ક ફરજિયાત હશે. આ દરમિયાન સમગ્ર વિસ્તારને સેનેટાઈઝથી સાફ કરવામાં આવશે. ત્યારે આવા સમયે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારા સ્પર્ધકો તથા સશસ્ત્ર દળોના જવાનો માટે વેક્સિનના ડબલ ડોઝ લેવા ફરિયાજ કર્યા છે. સાથે જ આ તમામના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસનો રેકોર્ડબ્રેક, 5992 નવા કેસ સાથે કોવિડનો કોપ યથાવત

GSTV Web Desk

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!