GSTV

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

ભારતમાં 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે અને આખો દેશ તેની ઉજવણીમાં ડૂબી ગયો છે. મુખ્ય કાર્યક્રમ રવિવારે સવારે દિલ્હીના રાજપથ ખાતે યોજાશે, જ્યાં ભારત પરેડ દરમિયાન વિશ્વ સમક્ષ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરશે. દેશભરની શાળાઓ, સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ અને જાહેર સ્થળોએ ત્રિરંગો લહેરાવવામાં આવશે. આ પહેલાં, દેશભરમાં સરકારી કચેરીઓ, ઐતિહાસિક ઇમારતો શણગારવામાં આવી છે.

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ શણગારેલું સંસદ ભવન.

દિલ્હી: રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું આકર્ષક વિદ્યુત શણગાર.

ભોપાલ: પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ, ભોપાલની વિધાનસભા બિલ્ડિંગને શ્રેષ્ઠ લાઇટિંગથી શણગારવામાં આવી હતી.

મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ એરપોર્ટ પણ ત્રિરંગમાં રંગાયુ હતુ.

મુંબઈ: મહારાષ્ટ્ર સચિવાલય પ્રજાસત્તાક દિનની સાંજે તિરંગામાં લપેટાયું.

બિહાર: પટણાના સચિવાલયમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રોશની કરાઈ હતી.

પંજાબ: પ્રજાસત્તાક દિનની સાંજે અટારી બોર્ડર પર લાઇટિંગ.

પશ્ચિમ બંગાળ: પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રોશન કોલકાતા પોલીસ હેડક્વાર્ટર.

અસમ: પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગુવાહાટીમાં જનતા ભવનનો શણગારવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

પીએમ મોદી કહે છે કોરોના ગયો નથી પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો જોતા લાગે છે કોરોના રહ્યો નથી

Nilesh Jethva

જુનાગઢના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો

Nilesh Jethva

અંતિમ સફર / હવે મ્યુઝિયમમાં નહીં ફેરવાય INS વિરાટ, કંપનીને હજુ સુધી નથી મળી NOC

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!