વિધાનસભા ચૂંટણી પછી બંગાળમાં થયેલી હિંસા પર મમતા બેનરજી સરકારને ફરી કલકત્તા હાઈકોર્ટે ફટકો પહોંચાડયો છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ આઈ.પી. મુખરજીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલા જધન્ય ગૂનાઓની તપાસ સીબીઆઈને સોંપવાના નિર્ણય અંગે સંમતિ વ્યક્ત કરી અને અલગથી પોતાના ચૂકાદામાં કેન્દ્રીય માનવાિધકાર પંચની સમિતિએ પૂર્વગ્રહથી ભલામણો કરી હોવાના આક્ષેપો ફગાવી દીધા હતા અને કહ્યું કે આ પ્રકારના આરોપોમાં કોઈ દમ નથી.
કલકત્તા હાઈસકોર્ટના ન્યાયાધીશ મુખરજીએ જણાવ્યું કે કેન્દ્રીય માનવાિધકાર પંચ દ્વારા રચાયેલી સમિતિ પાસે પાંચ ન્યાયાધીશોની બેન્ચના આદેશ હેઠળ જ તપાસ કરવાનો અને એકત્ર કરાયેલા પુરાવા રજૂ કરવાનો અિધકાર હતો.

ન્યાયાધીશ મુખરજીએ જનહિત અરજીઓ પર બેન્ચે પસાર કરેલા ચૂકાદા અંગે સંમતિ વ્યક્ત કરતા કહ્યું, સમિતિ વિરૂદ્ધ પૂર્વગ્રહથી કામ કરવાના આરોપ આૃર્થહીન છે, કારણ કે અદાલતે માત્ર સમિતિના રિપોર્ટ પર જ વિચાર નથી કર્યો પરંતુ ત્યાર પછી વકીલોના તર્ક અને દલીલો પર પણ ધ્યાન આપ્યું હતું.
તેમની ટીપ્પણીમાં ન્યાયાધીશ મુખરજીએ કહ્યું કે ચૂંટણી પંચની દલીલો એકદમ યોગ્ય છે કે ચૂંટણી કરાવવાનું કામ તેનું છે, પરંતુ વહીવટી તંત્ર ચલાવવાનું કામ સરકારનું છે.
ચૂંટણી પંચ સૈદ્ધાંતિક રીતે સાચું
તેમણે કહ્યું, મારા મતે ચૂંટણી પંચ સૈદ્ધાંતિક રીતે સાચું છે, પરંતુ એ પણ સાચું છે કે ચૂંટણી પંચે વહીવટી તંત્રને ફરજમાં લાગેલા અિધકારીઓની બદલી કરવા અને તે ચૂંટણી પ્રભારી હતું ત્યારે તેમને તે સમયે તેના નિર્દેશો મુજબ તૈનાત કરવા માટે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ચૂંટણીના પરિણામ સ્વરૂપ ગૂના થયા હોય તો ચૂંટણી પંચની એ ફરજ છે કે તે ઓછામાં ઓછું વહીવટી તંત્રને ફરિયાદ નોંધી પગલાં લેવા નિર્દેશ આપે આૃથવા સલાહ આપે, જે તેણે આપી નહોતી.
દરમિયાન સીબીઆઈએ શુક્રવારે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકને રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન હત્યા અને બળાત્કાર સંબંિધત બધા જ કેસોની વિગતો પૂરી પાડવા લેખિતમાં જણાવ્યું છે. સીબીઆઈએ આ કેસોની તપાસ માટે સંયુક્ત નિદેશકો રમણિશ, અનુરાગ, વિનીત વિનાયક અને સંપત મીણાના અધ્યક્ષપદે ચાર ટીમો બનાવી છે.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન