GSTV

આઇફોનમાં ફેક એપ દ્વારા હેકરો કરી રહ્યા છે છેતરપિંડી ! તમારા ફોનમાં પણ બનાવટી એપ્સ હોય તો ડીલીટ કરી દો

Last Updated on October 22, 2021 by Damini Patel

હેકરો આઇફોન યુઝર્સની સાથે છેતરપિંડી આચરવા માટે ડેટિંગ એપ્સનો સહારો લઈ રહ્યા છે. તેના લીધે બનાવટી કે ફેક એપ્સ દ્વારા ક્રિપ્ટોકરન્સી કૌભાંડ અંગે જાણવું જરુરી થઈ પડયું છે. આ પ્રકારના બનાવટી એપ્સ તમારા ફોનમાં હોય તો ડીલીટ કરજો.

તેઓ કહે છે કે ડેટિંગ એપ હૃદયોને જોડે છે અથવા તો તોડે છે.પણ હવે વાત આટલા પૂરતી મર્યાદિત રહી નથી, સાઇબર ક્રિમિનલ્સ પણ આ ડેટિંગ એપનો ઉપયોગ કરનારાઓનું જીવન મુશ્કેલ બનાવી દે છે. તાજેતરના અહેવાલમાં જોઈએ તો હેકરો ડેટિંગ એપ જેવી કે ટિન્ડર અને બમ્બલનો ઉપયોગ કરીને આઇફોન યુઝર્સ પાસેથી બિટકોઇન વસૂલી રહ્યા હોવાના કેસ જોવા મળ્યા છે. તેના લીધે તેમના ડેટાને લઈને વધુ જોખમ સર્જાયું છે.

iphone

આ ક્રિપ્ટોકરન્સી સ્કેમરો ક્રિપ્ટોરોમ્સ તરીકે જાણીતા છે. સોફોસ ખાતેના સાઇબર સિક્યોરિટી રિસર્ચરોનું તારણ છે કે આ સ્કેમર ગુ્રપે ૧૪ લાખ ડોલરથી પણ વધારે રકમ ટોકન્સ પેટે એકત્રિત કરી છે. આ ક્રિપ્ટોસ્કેમર્સ ડેટિંગ એપ્સ પરના આઇફોન યુઝર્સને લક્ષ્યાંક બનાવીને તેમની પાસેથી રકમ વસૂલે છે.

ફેક ક્રિપ્ટોકરન્સી એપ દ્વારા આઇફોનમાં ઘૂસી જઈને પર્સનલ ડેટા મેળવે છે

આમ ટોકન પેટે રકમ વસૂલ્યા પછી પણ આ સ્કેમરો પાસે યુઝર્સનો ડેટા હોવાથી સાઇબર સિક્યોરિટીનું અન્ય જોખમ વધી ગયું છે. આ સ્કેમર પછી વ્યક્તિઓને ફેક એપ્સ તેના ફોનમાં ડાઉનલોડ કરવા લલચાવે છે, જેના લીધે તેના ડેટાને લઈને જોખમ સર્જાય છે. એક વખત તેઓ ટાર્ગેટ સાથે સંપર્કમાં આવી ગયા પછી મેસેજિંગ પ્લેટફોર્મ પર તેની સાથે સતત સંવાદ જારી રાખે છે. તેઓ ટાર્ગેટને ફેક ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા લલચાવે છે.

તેઓ પછી આ ક્રિપ્ટો ટ્રેડિંગ એપ્સ દ્વારા પીડિતના આઇફોનનો કબ્જો મેળવી લે છે. તેનો પર્સનલ ડેટા મેળવે છે. આ એપ્સ વેબસાઇટ દ્વારા વિતરીત કરાય છે. પહેલા તો આ પ્રકારના સ્કેમરો ફક્ત એશિયામાં જ સક્રિય હતા, હવે તે અમેરિકા અને યુરોપમાં પણ ફેલાયા છે. અખબારી અહેવાલો મુજબ જોઈએ તો એક જણે તો ૮૭ હજાર ડોલર ગુમાવ્યા છે. યુકેમાં આ પ્રકારના કૌભાંડ અંગે આવેલા અહેવાલ મુજબ એક જણે ૪૫૦૦૦ ડોલર ગુમાવ્યા હતા.સ્કેમરે તેમા તેનો ફેસબૂક દ્વારા સંપર્ક સાધ્યો હતો. જ્યારે બીજાએ ૨૫૦૦૦ ડોલર ગુમાવ્યા હતા.

હવે જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતાં હોય તો તમારે વેરિફાઇડ પ્લેટફોર્મ પરથી જ તે એપ ડાઉનલોડ કરવી જોઈએ. તેમા પણ આઇફોન યુઝર્સે તો એપલના એપ સ્ટોરમાંથી જ આ એપ ડાઉનલોડ કરવું જોઈએ.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!