GSTV

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

ન્યૂઝ એન્કર લાઈવ કરી રહી હતી, ત્યારે એ સમયે એક બાળક અચાનક પાછળથી આવ્યુ અને જબરદસ્ત ડાંસ કરવા લાગ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીબીસીના પ્રેંજેટર જેન બાર્ટે્મ બ્રિટેનમાં ભારે પવનની વચ્ચે રિપોર્ટીંગ કરી રહ્યા હતા. બરાબર એજ સમયે એક બાળક પાછળ આવ્યુ અને કેમેરાની સામે જોઈને ડાંસ કરવા લાગ્યુ. વીડિયો જોઈને આપ પણ હસવા લાગશો.

આ મજેદાર વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેમેરાને જોતા બાળક સામે આવી જાય છે અને ડાંસ કરવા લાગે છે. આ બાળકનું નામ લિયો બતાવવામાં આવે છે. જેન બાર્ટેમે આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે શર્ટ ઉપરનીચે કરી રહ્યો છે. જો કે એન્કરને ખબર નહોતી કે, પાછળ કોઈ બાળક આ રીતની હરકત કરી રહ્યો છે. એ તો રિપોર્ટીંગ કરતી રહી અને બાળક ડાંસની મજા લેતો રહ્યો.

આ વીડિયોને તેમણે 1 ઓગસ્ટના રોજ શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં લગભગ 1 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. સાથે જ 2 હજારથી પણ વધારે લોકોએ લાઈક અને 500થી વધારે લોકોએ રિટ્વીટ કર્યુ છે. લોકોને આ વીડિયો ખૂબ જ ફની લાગી રહ્યો છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!