GSTV

કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ માટે આખી હોસ્પિટલમાં આંટા માર્યા બાદ ખબર પડી કે…

Last Updated on June 6, 2020 by Pravin Makwana

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના અંગેના સેમ્પલ આપ્યા બાદ આજે રિપોર્ટ લેવા ગયેલા સુરતની એક મહિલા સહિત બેના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમના સંપર્કમાં આવેલા કર્મચારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો.

બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉમરવાડા વિસ્તારમાં રહેતો૩૨ વર્ષીય યુવાન અને સાયણ રોડ પર રહેતી ૩૨ વર્ષીય મહિલા ગઈકાલે તકલીફ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાં બંનેમાં કોરોના ચિન્હો દેખાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન આજે રણજીત અને વૈશાલી કોરોના અંગેનો રિપોર્ટ લેવા માટે સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. ક્યાંથી રિપોર્ટ મળે તે અંગે તેમણે કેટલાક વ્યક્તિઓની પૂછપરછ પણ કરી હતા. બાદમાં ત્યાંના કર્મચારીએ બંનેના રિપોર્ટ ચેક કર્યા ત્યારે ખબર પડી હતી કે બન્નેના રિપોર્ટ પોઝિટિવ છે. આ સાંભળીને ત્યાંના કેટલાક કર્મચારીઓ ગભરાઈ ગયા હતાં. ત્યારબાદ બંનેને સ્મીમેર હોસ્પિટલના કોવિડ ઓપીડીમાં મોકલ્યા હતા. ત્યાથી તેમને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!