કથળતી જતી આર્થિક સ્થિતિ, ડુંગળીના કારણે ટોચ પર પહોંચેલ મોંઘવારી દર, બજેટ જાહેરાતની અસર અને કોરોનાનો કેર ક્યાં સુધી લંબાશે તેની અનિશ્ચિત્તાને કારણે ભારતની સેન્ટ્રલ બેંક, RBIએ પણ WAIT AND WATCHની નીતિ અપનાવી છે.

રીઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ જ ફેરફાર ન કરીને અર્થતંત્રને વધુ ખુશ થતા અટકાવ્યું છે અને સામે પક્ષે પોલિસીનું સ્ટેન્ડ યથાવત રાખીને અર્થવ્યવસ્થાને વધુ નકારાત્મક સંકેત મળતા પણ અટકાવ્યા છે. મોનિટરી પોલિસી કમિટીને કાયદાની રીતે ચાર ટકાથી ઉંચો હોય તો વ્યાજદરમાં ફેરફાર કરવાની સત્તા નથી. આ સ્થિતિમાં ફુગાવો ઉંચો હોય તો તો વ્યાજદર વધારવો પડે છે. દેશની વર્તમાન આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે ત્યારે ઉંચા ફુગાવે આરબીઆઈ વ્યાજદર વધારે તેવી સ્થિતિમાં નથી અને ફુગાવો વધવાની આશંકા એ વ્યાજદર ઘટાડો કરવાનું જોખમ લઈ શકતી નથી.આ કપરી સ્થિતિમાં રીઝર્વ બેંકે ધિરાણના દર પાછલા બારણેથી વધારવાનો જ વિકલ્પ પસંદ કર્યો છે. બેંચમાર્ક વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નથી કર્યા અને પોલિસીનું સ્ટેન્ડ પણ અકોમોડેટીવ પર યથાવત રાખ્યું છે.


છુપી રીતે રાહત :
આરબીઆઈએ વ્યાજદરમાં ફેરફાર કરવાનું ટાળ્યા છતા લાંબાગાળાના સસ્તા ધિરાણા મળી રહે તેવી યોજના રજૂ કરી છે. બેંકો મોટી ટર્મ લોન આપી શકે તે માટે લોંગટર્મ ટર્મ લોનની જાહેરાત કરવામાં આવી છે,જેનો પ્રત્યક્ષ ફાયદો રિયલ એસ્ટેટ, ઓટો મોબાઈલ અને MSMEને મળશે તેનો ફાયદો દેશના અર્થતંત્રને મળતા વિકાસ ફરી વેગવંતો બનશે. આ સિવાય આરબીઆઈ ગવર્નર દાસે કહ્યું કે રેપો રેટને MSMEની લોન પણ રેપો રેટ સાથે જોડવામાં આવશે. આ અગાઉ બેંચમાર્ક રેપોરેટને રીટેલ અને કોમર્શિયલ લોન સાથે જોડવાની કામગીરી પણ સેન્ટ્રલ બેંકે કરી હતી.સસ્તા ભાવે લાંબાગાળાની લોન મળી રહે તે માટે પણ ફેબ્રુઆરીથી નવા પગલાં લેવાશે. મુદ્રાનીતિ નક્કી કરવા માટે બેંચમાર્ક રેપો અને રીવર્સ રેપોરેટ સિવાયના અન્ય વિકલ્પો પણ અમલમાં લાવવાની દાસ કંપનીની કવાયત ચાલુ છે.

ત્રણ મુખ્ય જાહેરાત :
1 : રિઅલ એસ્ટેટ સેક્ટર માટે બૂસ્ટર :
મુદ્રાનીતિ બેઠકમાં આરબીઆઈએ સરકારની અરજીઓને ધ્યાને રાખીને રિયલ એસ્ટેટ સેક્ટરને રાહત આપવાની જાહેરાત કરી છે. રિયલ એસ્ટેટની કોમર્શિયલ રિયલ્ટી લોનમાં જો કંપની પરત ચૂકવણી નહિ કરી શકે તો ડિફોલ્ટ નહિ કરવામાં આવે. જો કંપનીઓ લોનની ચૂકવણીમાં નિષ્ફળ નીવડશે અને યોગ્ય કારણો હશે તો લોન અકાઉન્ટ બેંકો કે ધિરાણકર્તા દ્વારા ડાઉનગ્રેડ નહિ કરવાનો વિકલ્પ આપ્યો છે.

2 : MSME માટે લોન રીસ્ટ્રકચરિંગની રાહત :
આરબીઆઈએ અગાઉ આપેલ રાહતને ચાલુ રાખવાની જાહેરાત સાથે MSMEની લોન રીસ્ટ્રકચર કરવાની પરવાનગી આપી છે. 31મી ડિસેમ્બર, 2019ના રોજ પુરી થયેલ એક વખતની લોન રીસ્ટ્રકચરિંગની યોજના લંબાવાઈ છે. દાસે કહ્યું કે MSMEની લોન વનટાઈમ રીકાસ્ટ યોજના 31મી ડિસેમ્બર સુધી આગળ ધપાવાઈ છે.

3 : MSMEની લોન બેંચમાર્ક સાથે જોડશે:
સેન્ટ્રલ બેંકે અગાઉ બેંચમાર્ક રેટને રીટેલ અને કોર્પોરેટ લોન સાથે જોડીને એક અવિરત બેંકિંગ પ્રણાલીની શરૂઆત કરી હતી અને હવે આરબીઆઈએ આજે લધુ-નાના અને મધ્યકદના દુકાનદારો, સ્ટાર્ટઅપ તેમજ MSMEની વ્યાખ્યા હેઠળ આવતા કારોબાર દ્વારા લેવાતી લોનને પણ બેંચમાર્ક ઈન્ડેકસ સાથે જોડવાની જાહેરાત કરી છે. રીટેલ અને કોર્પોરેટ લોનનો પ્રયોગ સફળ રહેતા હવે MSMEને પણ વઘતા-ઘટતા વ્યાજદરની સેવા આપાવની જાહેરાત કરવામાં આવી છે.
READ ALSO
- સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા મહામંત્રી સહિત 6 લોકોએ આપ્યા રાજીનામા, પાર્ટીમાં સોપો પડી ગયો
- અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, સીસીટીવીમાં તારીખ અને સમય એકસરખો નહીં હોય તો દંડાશો
- મોડાસા સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, આ પેનલનો થયો વિજય
- સંસદની પરામર્શ સમિતિમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર દલીલબાજી
- કોરોના વેક્સિન લગાવડાવ્યા બાદ ના કરતા આ ભૂલો, વધી શકે છે વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ