GSTV
Home » News » અરૂણ જેટલીનો જવાબ આપતા કપિલ સિબ્બલે કહ્યું કે તો PM મોદી પણ દોષિત જ છે

અરૂણ જેટલીનો જવાબ આપતા કપિલ સિબ્બલે કહ્યું કે તો PM મોદી પણ દોષિત જ છે

દિલ્હી હાઈકોર્ટે શીખ રમખાણ મામલે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારતા રાજનીતિ ગરમાઈ છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. સિબ્બલે કહ્યું કે, કમલનાથના નામે ભાજપ રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. જો કમલનાથ દોષિ તો નરેન્દ્ર મોદી પણ દોષિ છે.

પીએમ મોદી પર એવા જ આરોપ લગાવવામાં આવ્યા છે. ભાજપે પણ કોઈના પર આરોપ લગાવતા પહેલા પોતાનું પણ ધ્યાન રાખવુ જોઈએ. કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યુ કે, સજ્જન કુમાર કોંગ્રેસના સભ્ય નથી. કોર્ટ પોતાનું કામ સારી રીતે કરી રહી છે.

શીખ રમખાણ મામલે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારતા રાજકારણ ગરમાયુ છે. કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યુ કે, કોંગ્રેસ સિખ રમખાણના દોષિતોને બચાવવાની કોશિશ કરી રહી છે. કોર્ટના ચુકાદા બાદ પીડિતોને ન્યાય મળ્યો છે. સિખ રમખાણમાં કમલનાથની ભૂમિકા રહી છે. અને કોંગ્રેસ તેને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનની કમાન સોંપી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યુ કે, કમલનાથના નામે ભાજપ રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!