GSTV
Home » News » આતંકના IEDને મતદાનના VIDથી જવાબ : પ્રધાનમંત્રી મોદી

આતંકના IEDને મતદાનના VIDથી જવાબ : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી મોદીએ રાણીપની શાળા ખાતે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે લોકોને પોતાના મતદાનનો ઉપયોગ કરવાની પહેલી કરી હતી. તેમણે મતદાનને ગૌરવશાળી પળ ગણી હતી. તેમણે કહ્યું કે, લોકતંત્રનું શશ્ત્ર વોટર આઈડી છે. એક તરફ આતંકવાદનું શશ્ત્ર ILD હોય છે તો લોકતંત્રની તાકાત વોટર ID હોય છે. વોટર આઈડી કાર્ડનું મહત્વ સમજે કહી મતદાતાઓને વોટ કરવાની અપીલ કરી હતી. સાથે તેમણે તડકામાં રિપોર્ટીંગ કરતાં અને છેલ્લા એક મહિનાથી કામ કરતાં પત્રકારોને આરામ કરવાની અને ઉત્તમ સ્વાસ્થ્ય માટેની આકાંક્ષા વ્યક્ત કરી હતી. અને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લાખો યુવા મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી.

મતદાન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે સમગ્ર દેશમાં ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. મારું સૌભાગ્ય છે કે મને કર્તવ્ય નિભાવવાન તક મળી. મારું સૌભાગ્ય છે કે મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં મેં મતદાન કર્યું. જેમ કુંભમાં સન્નાન કરી આનંદ મળી તેવો જ આનંદ મને મત આપીને મળ્યો.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જે લોકો પહેલી વખત મત આપી રહ્યા છે આ સદી તેમની જ સદી છે તેથી નવા મતદાતાઓને તેઓ વિશેષ આગ્રહ કરશે કે તેઓ તમામ 100 ટકા મતદાન કરે.

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન શાળા ખાતેથી મતદાન કર્યું હતું. ગઈ કાલે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે તેમણે ઉતારો કર્યો હતો. જે પછી માતા હિરાબાના આશિર્વાદ લઈ તેમણે રાણીપમાં મતદાન કર્યું હતું.

હિરબાને પુત્ર મોદીએ શ્રીફળ અને ચુંદડી આપી હતી. એ પછી મતદાન મથકે તેઓ પહોંચ્યા હતા. જ્યાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. આ વચ્ચે પ્રધાનમંત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન કરતા પહેલા પોતાની માતાના આશિર્વાદ લીધા છે. માતા હીરાબાએ મોદીને લાપસી ખવડાવી હતી. સાથે જ  પાવાગઢના માતાજીની પ્રસાદીની ચૂંદડી પણ આપી હતી.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન કરતા પહેલા પોતાની માતાના આશિર્વાદ લીધા છે. મતદાન કરવા માટે ગઈકાલે રાતથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને રાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારે તેઓ રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝમાં રહેતા તેમના ભાઈને ત્યાં પહોંચ્યા હતા.તેમજ પોતાની માતાના આશિર્વાદ લીધા હતા.

પીએમ મોદીએ માતા સાથે અંદાજે 20 મિનિટ કરતા વધુ સમય મુલાકાત કર્યા બાદ બહાર નીકળીને સોસાયટીવાસીઓ સાથે ટૂંકી મુલાકાત કરી હતી. જે બાદ તેઓ સોસાયટીના દરવાજા સુધી ચાલતા આવ્યા હતા.

Read Also

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!