GSTV

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

LPG

Last Updated on September 27, 2021 by Bansari

ઇન્ડિયન ઓઇલે તેના ગ્રાહકો માટે નવા પ્રકારના LPG સિલિન્ડર લોન્ચ કર્યા છે. તેનું નામ કોમ્પોઝિટ સિલિન્ડર (Composite cylinder) છે. આ ઇન્ડિયન ઓઇલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી લેટેસ્ટ પ્રોડક્ટ છે. આ સિલિન્ડર ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યું છે. અંદરથી પ્રથમ લેયર હાઇ ડેંસિટી પોલિઇથિલિનથી બનેલું હશે. અંદરના આ લેયરને પોલિમરથી બનેલા ફાઇબરગ્લાસથી કોટ કરવામાં આવ્યુ છે. સૌથી બહારના લેયરને પણ HDPE થી બનાવવામાં આવ્યુ છે.

LPG composite cylinderની ખાસિયત

LPG composite cylinder જે આપણે ઉપયોગ કરીએ છીએ તે સ્ટીલનું બનેલું છે. તે ભારે હોય છે જે તેને ઉપાડવા માટે ઘણા પ્રયત્નોની જરૂર છે. તેનાથી વિપરીત, કોમ્પોઝિટ સિલિન્ડર ખૂબ હળવા હોય છે. આ સિલિન્ડરની ઘણી વિશેષથાઓ છે જે નીચે આપેલ છે.

LPG
  • તે હળવા હોય છે. તેનું વજન સ્ટીલ સિલિન્ડર કરતા અડધું છે.
  • આ સિલિન્ડર અમુક અંશે પારદર્શક છે, જે પ્રકાશમાં જોઈ શકાય છે કે તેમાં કેટલો ગેસ બાકી છે. ગેસની માત્રા જોઈને ગ્રાહકો તેમની આગામી રિફિલનું પ્લાનિંગ કરી શકશે
  • કોમ્પોઝિટ સિલિન્ડર પર કોઈ કાટ નથી લાગતો અને તેનાથી સિલિન્ડરને કોઈ ડેમેજ થતું નથી. કોઈ કાટ અને સ્ક્રેચ નથી થતો, સિલિન્ડર વધુ સુરક્ષિત છે
  • આ સિલિન્ડરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે મોર્ડન કિચનની સુંદરતામાં વધારો કરે છે અને લોકોને પહેલાના કાટવાળા અથવા જૂના સિલિન્ડરમાંથી રાહત આપે છે.

કયા શહેરોમાં આ સિલિન્ડર ઉપલબ્ધ છે

કોમ્પોઝિટ સિલિન્ડર હાલમાં દેશના 28 શહેરોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ, અજમેર, અલ્હાબાદ, બેંગલોર, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, કોઈમ્બતુર, દાર્જિલિંગ, દિલ્હી, ફરીદાબાદ, ગુરુગ્રામ, હૈદરાબાદ, જયપુર, જલંધર, જમશેદપુર, લુધિયાણા, મૈસુર, પટના, રાયપુર, રાંચી, સંગરુર, સુરત, તિરુચિરાપલ્લી, તિરુવલ્લુર, તુમકુર, વારાણસી અને વિશાખાપટ્ટનમ સામેલ છે. કોમ્પોઝિટ સિલિન્ડર 5 અને 10 કિલો વજનમાં આવી રહ્યું છે. આ સિલિન્ડર ટૂંક સમયમાં દેશના અન્ય શહેરોમાં પણ સપ્લાય કરવામાં આવશે.

LPG

સિલિન્ડર લેવાનો ખર્ચ

જેમ સ્ટીલનું સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સી પાસે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે, તેવી જ રીતે કોમ્પોઝિટ સિલિન્ડરો મેળવી શકાય છે. જે એજન્સી પાસેથી કોમ્પોઝિટ સિલિન્ડર લેવામાં આવે છે, તેમાંથી 10 કિલો LPG composite cylinder માટે 3350 રૂપિયા અને 5 કિલો સિલિન્ડર માટે 2150 રૂપિયા જમા કરવા પડશે.

જો તમે ઇચ્છો તો, તમે તમારા જૂના સ્ટીલ સિલિન્ડર સાથે કોમ્પોઝિટ સિલિન્ડર મેળવી શકો છો. જો તમે ઈન્ડેનના ગ્રાહક છો તો તમારે તમારી ગેસ એજન્સીમાં જવું પડશે અને સ્ટીલ સિલિન્ડર પણ તમારી સાથે લઈ જવું પડશે. ગેસ કનેક્શન સબ્સ્ક્રિપ્શન પેપર સાથે રાખવાનું ભૂલશો નહીં. સિલિન્ડર કનેક્શન મેળવવા માટે તમે જે રકમ ખર્ચ કરી હશે તે કોમ્પોઝિટ સિલિન્ડરની કિંમતમાંથી કાપવામાં આવશે. બાકી રહેલી રકમ ચૂકવીને તમને કોમ્પોઝિટ LPG સિલિન્ડર મળશે. ધારો કે તમે ઇન્ડેન માટે અગાઉ 1500 રૂપિયા ચૂકવ્યા છે તો પછી કમ્પોઝિટ માટે તમારે 3350-1500 = 1850 રૂપિયા ચૂકવવા પડશે. આ કિંમત 10 કિલોના કોમ્પોઝિટ સિલિન્ડર માટે છે. જો 5 કિલોનું સિલિન્ડર લેવું હોય તો 2150-1500 = 650 રૂપિયા ચૂકવવા પડશે.

છોટુ સિલિન્ડર કેવી રીતે મેળવવું

કોમ્પોઝિટ સિલિન્ડરોની હોમ ડિલિવરી પણ સ્ટીલ સિલિન્ડરોની જેમ કરવામાં આવે છે. ડિલિવરીનો નિયમ સ્ટીલ સિલિન્ડર માટે સમાન છે. 5 કિલો કોમ્પોઝિટ સિલિન્ડર ફ્રી ટ્રેડ LPG (FTL) અથવા છોટુ સિલિન્ડર તરીકે બજારમાં હાજર છે. હાલમાં 5 કિલો કમ્પોઝિટ એફટીએલની કિંમત 2537 રૂપિયા નક્કી કરવામાં આવી છે. શહેરો અનુસાર રિફિલ ખર્ચ અલગ અલગ હોઈ શકે છે. FTL સિલિન્ડર પેટ્રોલ પંપ પર ખરીદી શકાય છે. તેને લેવા માટે વધારે પેપર વર્ક કરવાની જરૂર નથી અને ઓળખ કાર્ડથી કામ થઇ જાય છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!