બાઈક ટેક્સી સેવા આપનાર કંપની Rapidoએ દેશના 6 પ્રમુખ શહેરોમાં રેંટલ સર્વિસની શરૂઆત કરી છે. Repido rental servicesને બેંગલૂરુ, દિલ્હી NCR, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકત્તા અને જયપુરમાં લોન્ચ કરી છે. બાઈક 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક અને 6 કલાકના અલગ અલગ પેકેજ હેઠળ બુક કરાવવામાં આવે છે. આ સર્વિસને બુક કરાવવા પર એક ‘Captain’ એટલે કે રેપિડો ડ્રાઈવર પણ મળશે. જે તમારી સાથે સતત રહેશે અને તમે જ્યાં પણ તેને લઈ જશો તે તમારા માટે ડ્રાઈવિંગ કરશે.

કંપની તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન અનુસાર, આ સેવા ખાસ કરીને એવા કસ્ટમર્સ માટે લોન્ચ કરવામાં આવે છે જે દિવસ ભર કામ માટે અલગ અલગ લોકેશન પર જતા હોય. હાલ તેમણે અલગ અલગ બુકિંગ કરાવવાનું છે. આ સેવા શરૂ થવાથી અલગ-અલગ બુકિંગની જરૂરત રહેતી નથી. તેમણે દિવસ ભર માટે એકવખત બુકિંગ કરાવવાની રહેશે. અને કેપ્ટન હંમાશે તેની સેવામાં તૈયાર રહેશે.

મલ્ટી સ્ટોપ સિંગલ બુકિંગની ડિમાન્ડ વધી છે
રેપિડોના કો-ફાઉન્ડર અરવિંગ સંકાએ કહ્યું કે, ગત થોડા મહિનામાં આ પ્રકારની ડિમાન્ડ વધી છે. અમે નોટિસ કર્યું છે કે મલ્ટી સ્ટોપ, અફોર્ડેબલ અને સરળતાથી ઉપલબ્ધ રાઈડની માંગ સમય સાથે વધી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં તેમાં તેજી આવી છે. આવનારા સમયમાં અમારા પ્લાન આ સેવાનો વિસ્તાર 100 શહેરોમાં કરવાના છે. હાલ દેશના 100 શહેરોમાં રેપિડોની સેવા ટેક્સી બાઈકના રૂપમાં ઉપલબ્ધ છે.
READ ALSO
- કામના સમાચાર / આવનાર 9 દિવસમાં 5 દિવસ બેંકો રહેશે બંધ, જરૂરી કામ હોય તો જલદી કરો નહીં તો પડશે બેંકનો ધરમધક્કો
- હેલ્થ ટિપ્સ / શું થોડુ જમવાથી પણ થાય છે એસિડિટીની સમસ્યા, તો કરો આ ઉપાય અને મેળવો રાહત…
- કામના સમાચાર/ SBI વેપારીઓ માટે લાવી ખાસ યોજના, સૌથી ઓછી શરતો અને સસ્તા વ્યાજે આપશે 50 લાખ રૂપિયા સુધીની લોન
- Good News: રિઝર્વેશન વિના પણ હવે ટ્રેનમાં કરી શકાશે મુસાફરી પણ રેલવે ખિસ્સાં ખંખેરી લેશે, પેસેન્જર ટ્રેનમાં પણ ટિકિટના ભાવ વધ્યા
- સબક/ રૂપિયા જોઈને મિસ્ત્રીએ ઘડ્યો લૂંટનો પ્લાન : પરિવારજનોને લૂંટ માટે મધ્યપ્રદેશથી બોલાવ્યા: પોલીસે આ રીતે કર્યો આ લૂંટનો પર્દાફાશ