GSTV
Home » News » #Metoo અભિયાનમાં ફસાઈ ચૂકેલા BJP નેતા અકબરની ‘હું પણ ચોકીદાર’ tweet પર ભડકી બૉલિવૂડ અભિનેત્રી

#Metoo અભિયાનમાં ફસાઈ ચૂકેલા BJP નેતા અકબરની ‘હું પણ ચોકીદાર’ tweet પર ભડકી બૉલિવૂડ અભિનેત્રી

ME TOO M J AKBAR

Twitter પર ‘Main Bhi Chowkidar’ હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અગ્રણી નેતાઓએ ટ્વિટર પર પોતાનું નામ બદલી નાખ્યું છે. પોતાના નામની આગળ લગાવી દીધો છે- ચોકીદાર શબ્દ.

આગામી લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે આમ કરાઈ રહ્યું છે. ભાજપ દાવો કરી રહ્યું છે કે ચોકીદાર છે તો દેશ સુરક્ષિત છે. અને ટ્વિટર પર આ અભિયાન સાથે જોડાનાર એક નેતા એટલે એમ.જે.અકબર. જેમનું નામ વાદવિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે.

છેલ્લે એમ.જે.અકબરનું નામ ભારતમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલી #Metoo મૂમેન્ટ સાથે જોડાયું હતું. એમ.જે.અકબરે પોતાનું નામ બદલ્યું અને ‘ચોકીદાર’ અભિયાન પર ટ્વિટ કર્યું, લખ્યું,

“હું #MainBhiChowkidar અભિયાન સાથે જોડાઈને ગર્વ અનુભવી રહ્યો છું. દેશને પ્રેમ કરતી વ્યક્તિ હોવાના કારણે ભ્રષ્ટાચાર, ગંદકી, ગરીબી અને આતંકવાદને હરાવવા અને દેશને વધુ સારો, મજબૂત અને સુરક્ષિત બનાવવામાં હું સંપૂર્ણપણે સહયોગ આપીશ.”

મૂળ પત્રકાર રહી ચૂકેલા અકબર સાથે કામ કરી ચૂકેલી મહિલાઓ અકબર પર ગંભીર આરોપો લગાવી ચૂકી છે. જ્યારે તેમના પર આરોપો લાગી રહ્યાં હતા ત્યારે અકબર દેશની બહાર હતા. વિદેશ રાજ્યમંત્રી તરીકે આફ્રીકન દેશોમાં ફરી રહ્યા હતા.

તેમના પર સતત આરોપો લાગતા રહ્યાં પરંતુ તે મૌન રહ્યા. ના આરોપો સ્વીકાર્યા, ના તો નકાર્યા. પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું નૈતિક દબાણ હતું. પણ ના જાતે રાજીનામુ આપ્યું કે ના તો સરકારે મંત્રીમંડળમાંથી બરતરફ કર્યા. જે પ્રકારના આરોપો લાગી રહ્યા હતા, તે જોતાં પક્ષે તો કાર્યવાહી કરવી જ જોઈતી હતી. પરંતુ ભાજપ તરફથી કોઈ એક્શન ન લેવાયા.

તો બીજી બાજુ ઘણાં લોકો અકબર પર આંગળી ઉઠાવતા રહ્યા પરંતુ તેમના પર કોઈ જ અસર ન દેખાઈ. બૉલિવૂડ સ્ટાર્સ પણ ભાગ્યે જ રાજકીય મામલાઓમાં ટિપ્પણી કરતા હોય છે. પરંતુ કેટલીક એવી અવાજો છે જે ખોટાને ખોટું કહેવાની હિંમત રાખે છે.

રેણુકા શહાણે એક એવું જ નામ છે. #Metoo અભિયાનની વાત હોય કે રાજનૈતિક પાર્ટીઓને જવાબ આપવાની વાત હોય. ત્યારે હવે #MainBhiChowkidarને લઈને પણ રેણુકાએ ટિપ્પણી કરી છે. એમ.જે.અકબરની ટ્વીટને રિટ્વીટ કરીને રેણુકાએ લખ્યું,

“જો તમે ચોકીદાર છો તો કોઈ મહિલા સુરક્ષિત નથી.”

એમ.જે.અકબરે #Metooના તમામ આરોપોને જૂઠ્ઠા ગણાવી પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. પરંતુ ઓક્ટોબર 2018માં કેન્દ્રિય રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું.

Related posts

Nirbhaya Caseમાં ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહીથી લખી ચિઠ્ઠી, કરી આ માંગ

Mansi Patel

કરીના કપૂર ભાઈના રોકા માટે જ્યારે એરપોર્ટ પર જ થવા લાગી તૈયાર, જુઓ VIRAL VIDEO

Mansi Patel

રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કરશે વીર સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!