GSTV

પુનઃ પ્રાપ્ય ઉર્જાના ક્ષેત્ર માટે બજેટમાં થશે રાહતની માંગણી

બજેટ રજૂ થવાને હવે થોડા દિવસોની વાર છે ત્યારે પુન પ્રાપ્ય એટલે રે રિન્યૂએબલ એનર્જી સોર્સ માટે બજેટમાં રાહતની માંગણી કરવામાં આવશે.

સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી જ્યાં પાવર જનરેટ થાયછે ત્યાં ઉર્જાની બચત થાય છે માટે તેને લગતી સાધન સામગ્રીમાં રાહતની માંગણી કરવામાં આવશે.સેન્ટ્રલ ઈલેક્ટ્રિક ઓથોરિટીના બજેટના ડેટા અનુસાર દર વર્ષે અક્ષય ઉર્જા ક્ષેત્રે બજેટમાં નાણાકિય ફાળવણી કરવામાં વધારો કરવામાં આવ્યો છે. તેની સામે દર વર્ષે અક્ષય ઉર્જા સેક્ટર દ્વારા ગ્રાન્ટની ડિમાન્ડ પણ સતત વધતી જોવા મળી રહી છે.

મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) દ્વારા બજેટમાં અક્ષય ઉર્જા સેકટરને અનુક્રેમે ફાળવણી કરવામાં વધારો કરવામાં આવ્યો છે.  તેની સાથે સાથે ઉત્પાદન પણ વધી રહ્યુ છે. ઉર્જા ક્ષેત્ર દ્વારા ગત વર્ષે બજેટમાં રૂ.10,814.5 કરોડની ગ્રાન્ટની માગણી કરવામાં આવી  હતી જેની સામે સરકાર દ્વારા 5,472.8 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. એપ્રિલ-નવેમ્બર 2017ના સમયગાળામાં અક્ષય ઉર્જા ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ હતી. ઉત્પાદન 7013.43 કરોડ યુનિટને સ્પર્શી ગયું હતુ.

ઉદ્યોગ જગતના સૂત્રોનુ કહેવુ છે કે 2020 સુધીમાં 175GW ઉત્પાદન ક્ષમતા સુધી પહોચવા અને ઉત્પાદન કેપેસીટી વધારવા માટે  બજેટની ફાળવણીમાં વધારો કર્યા ઉપરાંત અન્ય પણ ઘણા પ્રોત્સાહિત નિર્ણયો લેવાની જરૂર છે.

Related posts

સરકારે આપી વધુ એક રાહત, LTC કેશ વાઉચર યોજના હેઠળ આ બિલો પણ ભરી શકે છે કર્મચારીઓ

Mansi Patel

ઘર ખરીદારો માટે સૌથી મોટી ઓફર, માત્ર આટલા ઓછા વ્યાજ દર પર મળશે હોમ લોન

Ankita Trada

LPG ગ્રાહકો સાવધાન! 1 નવેમ્બરથી અપનાવવી પડશે આ પ્રોસેસ, નહીતર સિલિન્ડરથી રહેશો વંચિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!