GSTV

2.76 લાખ રૂપિયામાં મળી રહી છે 25km માઇલેજ આપતી આ કાર, કંપની આપી રહી છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

Last Updated on August 30, 2019 by Bansari

દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થવા જઇ રહી છે તેવામાં મોટાભાગે કાર કંપનીઓ પોતાના ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ લઇને આવે છે. ફેસ્ટિવ સીઝન પહેલાં જ કાર નિર્માતા કંપની Renault પાની નાની કાર Kwid પર ખાસ ઑફર લઇને આવી છે જેનો લાભ તમે લઇ શકો છો.

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો કંપની તરફથી તમને Renault Kwid પર 4 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની વોરંટી મળશે. આ ઉપરાંત Paytmથી આ કારને બુક કરવા પર તમને 6500 રૂપિયાનું કેશબેક મળશે. દિલ્હીમાં Renault Kwidની એક્સ શૉરૂમ પ્રાઇસ 2.76 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

જબરદસ્ત ઑફર્સ

Renault Kwid પોતાના સેગમેન્ટમાં પહેલી એવી કાર છે જેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તે Apple Carplay અને Android Auto જેવા ફિચર્સનો સપોર્ટ કરે છે. સેફ્ટી માટે તેમાં એન્ટી લૉક સિસ્ટમ, EBD, ડ્રાઇવર એન્ડ પેસેન્જર સાઇડ એરબેગ્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ જેવા ફિચર્સ રહેલા છે.

Renault Kwidના ફિચર્સ

એન્જિનની વાત કરીએ તો Renault Kwidમાં 800સીસી અને 1.0 લીટરનું એન્જિન મળે છે. તેનું 800સીસી એન્જિન 25.17 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. સાથે જ 1.0 લીટર એન્જિનના મેન્યુઅલ વેરિએન્ટમાં  24.04 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે. જ્યારે 1.0 લીટર એન્જિનના ઑટોમેટિક ટ્રાન્સમિશન વેરિએન્ટ 23.01 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!