GSTV

રેનોની ધમાકેદાર ફેસ્ટિવલ ઓફર, 1 લાખ રૂપિયા સસ્તી મળી રહી છે કાર

Renault India તેની પ્રોડક્ટસ પર સારી ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. ભારતમાં નવરાત્રિ પહેલાં ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ચુકી છે. હવે કંપનીએ તેની પ્રોડક્ટ ઉપર 1 લાખ રૂપિયા સુધીનાં ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ કંપનીની ડિસ્કાઉન્ટ ઓફર વિશે.

રેનૉ ટ્રાઈબર પર મોટું ડિસ્કાઉન્ટ

તે કંપનીની 7 સીટર કાર છે, જેની લંબાઈ લગભગ 4 મીટર છે. ઓક્ટોબર 2020માં તમે આ કાર પર 39,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તમે 20,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ, 10,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 9,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

રેનૉ ક્વિડ પર મોટી બચત

તે કંપનીની નાની હેચબેક બજેટ કાર છે. જો તમે આ કાર ઓક્ટોબર 2020માં ખરીદો છો, તો તમે તેના પર 49,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. કાર પર 15000 રૂપિયાનું કેશ અને 15000 રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ મળશે. 10,000 રૂપિયાનું લોયલ્ટી બેનિફિટ્સ પણ કાર સાથે મળી રહ્યુ છે.

રેનૉ ડસ્ટર પર બંપર ડિસ્કાઉન્ટ

આ કાર પર કંપની આ મહિને 1 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. જેમાં 25000નું એક્સચેન્જ બેનિફિટ્સ મળી રહ્યુ છે. તેના સિવાય 20 હજાર રૂપિયાનું લોયલ્ટી બેનેફિટ પણ આ કાર પર મળશે. 30,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આ કાર પર મળી રહ્યુ છે. તેના સિવાય 25000 રૂપિયાનાં કેશ ડિસ્કાઉન્ટની સાથે કુલ 1 લાખું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

READ ALSO

Related posts

દસક્રોઇના ગામડી ગામે ભાડે ખેતર રાખી ગોરખધંંધો, યુરિયા ખાતર બારોબાર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું

pratik shah

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું પાકિસ્તાનનું મોટુ ષડયંત્ર : ગુપ્તચર ખાતાએ મોદી સરકારને આપી ચેતવણી, પાકિસ્તાને લીધી છે આગેવાની

Ankita Trada

Ludo trailer: કોમેડીથી ભરપૂર ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, પંકજ ત્રિપાઠીનો આવો અંદાજ પહેલા નહી જોયો હોય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!