GSTV

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Renault

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

વર્ષ 2021નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ મહિને Renault Duster પર શાનદાર ઓફર્સ છે. જો તમે ડિસેમ્બર મહિનામાં Renault Duster ખરીદો છો, તો તમે કુલ 2.5 લાખ રૂપિયા સુધી બચાવી શકો છો. હકીકતમાં ડસ્ટરના કેટલાક મોડલ પર ડિસેમ્બરમાં 2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે.

Renault

Renault India મુજબ જો તમે 31 ડિસેમ્બર 2021 સુધી Renault Duster બુક કરો છો, તો તમને 1.30 લાખ રૂપિયા સુધીના લાભો મળી શકે છે. તેમા 50 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર, 50,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને 30,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

1.10 લાખ રૂપિયાના સ્પેશિયલ લોયલ્ટી બેનેફિટ્સ

ઉપરાંત Renault Duster પર 1.10 લાખ રૂપિયાના સ્પેશિયલ લોયલ્ટી બેનિફિટ્સ પણ ઉપલબ્ધ છે. જ્યારે સ્ક્રેપેજ પ્રોગ્રામ હેઠળ 10 હજાર રૂપિયાનો વધારાનો લાભ પણ મળશે. આમ કુલ છૂટ 2.50 લાખ રૂપિયા બની જાય છે.

કોમ્પેક્ટ એસયુવી Renault Dusterની પ્રારંભિક કિંમત 9.86 લાખ રૂપિયા છે. આ 5 સીટર કાર છે, જેમાં બે એન્જિન ઓપ્શન મળે છે. પ્રથમ એન્જિન 1.5-લિટર પેટ્રોલ યુનિટ (106PS/142Nm) છે, જે 5-સ્પીડ MT સાથે જોડાયેલું છે. બીજું એન્જિન 1.3-લિટર ટર્બો-પેટ્રોલ યુનિટ (156PS/254Nm) છે, જે 6-સ્પીડ MT અને 7-સ્ટેપ CVT સાથે જોડાયેલું છે.

Renault Dusterની ખાસિયત

ફીચર્સ વિશે વાત કરીએ તો Renault Dusterમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 6-સ્પીકર Arkamys સાઉન્ડ સિસ્ટમ અને રિયર એસી વેન્ટ્સ સાથે ઓટો ક્લાઇમેટ કંટ્રોલ મળે છે. તેમા ડીઆરએલ સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ, એન્જીન આઇડલ-સ્ટોપ/સ્ટાર્ટ અને કેબિન પ્રી-કૂલિંગની સુવિધા છે. સેફ્ટી માટે તેમા ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર અને ફ્રન્ટ સીટબેલ્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે.

Renault

નવી Renault Duster ફેસલિફ્ટ બજારમાં હ્યુન્ડાઈ ક્રેટા, નિસાન ટેરાનો, ટાટા હેરિયર અને એમજી હેક્ટર જેવી કાર સાથે સીધી સ્પર્ધામાં છે. ડિસ્કાઉન્ટ ઓફર્સમાં રાજ્ય અને ડીલર ના મુજબ અંતર હોઈ શકે છે. વધુ વિગતો માટે તમે કંપનીની વેબસાઇટ (www.renault.co.in) પર જઈ શકો છો.

Read Also

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!