GSTV

કારમાં ક્રેશ ગાર્ડ લગાવ્યું હોય તો હટાવી લેજો નહીંતર થશે આટલાં હજારનો દંડ

જો આપની કારમાં બમ્પર લાગ્યા છે તો જલ્દીથી હટાવી લેજો. કારણ કે આ સમાચાર ખાસ એમની માટે છે કે જેઓએ પોતાની કારની આગળ ક્રેશ ગાર્ડ લગાવ્યું હશે તેમની પાસેથી રૂપિયા 5 હજારનો દંડ વસૂલવામાં આવશે. ઉત્તરપ્રદેશ પરિવહન વિભાગે પ્રદેશભરના વાહન માલિકોને અલ્ટીમેટમ આપી દીધું છે કે 31 જાન્યુઆરી સુધી ક્રેશ ગાર્ડ (બમ્પર) અથવા તો બુલ બારને ગાડી પરથી હટાવી લો.

વાહનમાં ક્રેશ ગાર્ડ અથવા બુલ બાર લગાવનારાઓ પર કાર્યવાહીનો આદેશ

એક ફેબ્રુઆરીથી અભિયાન ચલાવીને તેની તપાસ કરવામાં આવશે. આ સંબંધમાં શનિવારના રોજ ટ્રાન્સપોર્ટ કમિશનર ધીરજ સાહુએ આદેશ રજૂ કર્યો છે. પ્રદેશના તમામ સંભાગીય પરિવહન અને સહાયક સંભાગીય પરિવહન અધિકારીઓને મોકલવામાં આદેશમાં તેઓએ જણાવ્યું કે, ‘એક જાન્યુઆરીથી જે વાહનમાં ક્રેશ ગાર્ડ અથવા બુલ બાર લગાવવામાં આવ્યું હોય તો તેની વિરૂદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ 52 અંતર્ગત કાર્યવાહી કરી રૂપિયા 5 હજારનો દંડ વસૂલવામાં આવે. આ સંબંધે શનિવારના રોજ ટ્રાન્સપોર્ટ કમિશનર ધીરજ સાહુએ આદેશ રજૂ કર્યો છે.

શું હોય છે ક્રેશ ગાર્ડ?

કારના આગલા અને પાછળના ભાગમાં ઘણી બધી ગાડીઓ પર ક્રેશ ગાર્ડ લાગેલું હોય છે જેથી કારની કોઇ અન્ય ચીજ જોડે અથવા તો અન્ય કોઇ કાર સાથે ટક્કર થાય તો તે કારને કોઇ જ નુકસાન ના પહોંચે. તમને જણાવી દઇએ કે, આ ક્રેશ ગાર્ડમાં મજબૂત ધાતુના સળિયા હોય છે. જેના કારણે અનેક વાર બીજાને ઇજા થવાની શક્યતા છે.

READ ALSO :

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!