GSTV
Home » News » પાસવર્ડ સેવ રાખવાની આદત હોય તો ચેતી જજો, ક્યાંક પસ્તાવાનો વારો ન આવે

પાસવર્ડ સેવ રાખવાની આદત હોય તો ચેતી જજો, ક્યાંક પસ્તાવાનો વારો ન આવે


કેટલાક લોકોને પાસવર્ડ સામાન્ય રીતે યાદ રહેતા નથી અને તેઓ પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પાસવર્ડને ઓનલાઈન સેવ કરી લેતા હોય છે. આ ઉપરાંત લોકો પોતાની કેટલીક વિગતો પણ ઓનલાઈન સ્ટોર કરી લેતા હોય છે. આવું કરતાં લોકો જાણી લે કે આમ કરવાથી તેમની મહત્વની જાણકારી હેકર્સ સુધી સરળતાથી પહોંચી જાય છે.

ઓનલાઈન અકાઉંટ યૂઝ કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમના પર ડેટા ચોરી થવાનું જોખમ પણ વધી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર ઓનલાઈન અકાઉંટનો ઉપયોગ કરતાં લોકોમાંથી મોટાભાગના લોકો તેને ઓટો સેવ રાખે છે. આ ઉપરાંત કેટલાક લોકો એમેઝોન, ઈબે જેવી વેબસાઈટ પર પણ કાર્ડની વિગતો સેવ રાખે છે. આ ઉપરાંત કેટલાક વયસ્ક ઓટો ફિલ વિકલ્પ પર પણ વિશ્વાસ કરે છે. આ સર્વે 2 હજાર વયસ્કોના ટેબલેટ અને ફોન પર કરવામાં આવ્યો હતો.

રીસર્ચના અંતે જાણવા મળ્યું કે 73 ટકા લોકોને પોતાના પાસવર્ડ યાદ રાખવામાં સંધર્ષ થાય છે તેના કારણે તેઓ ઓટો સેવ વિકલ્પ પસંદ કરે છે. જ્યારે 35 ટકા લોકો દરેક અકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરે છે. 54 ટકા લોકો એવા આંકડાનો ઉપયોગ કરે છે કે જેના કારણે પાસવર્ડ ગુંચવણ ઊભી કરે.

14 ટકા લોકો એવા છે જેમણે પાસવર્ડ એટલી વખત બદલ્યા છે તે તેમને પોતાને યાદ કરવામાં સમસ્યા થાય છે. 33 ટકા યૂઝર્સ પાસવર્ડ લખી અને રાખે છે જેથી તેઓ ભુલી જાય તો સમસ્યા ન થાય.

Read Also

Related posts

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના આ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ઉગ્ર રોષ, વીડિયો વાયરલ

Nilesh Jethva

સોના-ચાંદીના દાગીનાની જગ્યાએ ફુલોના આભુષણોમાં જોવા મળી નુસરત જહાં, ફોટો થયો વાયરલ

Kaushik Bavishi

સુરત : બે ટ્રક વચ્ચે અકસ્માત થતા લાગી આગ, બે લોકોના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!