GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

સ્માર્ટ સીટી અમદાવાદની સ્માર્ટ મનપાની માથે હવે વધુ એક જવાબદારી આવી છે. પીરાણા ડમ્પિંગ સાઈટ બાદ હવે બોપલની ડમ્પિંગ સાઈટને દુર કરવાની જવાબદારી માથે આવી છે. તો એક તરફ પીરાણા ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન હજુ યથાવત રહ્યો છે. જેનું કોઈ નિરાકરણ નહીં આવતા ત્યાંના રહીશોમાં પણ રોષની લાગણી જન્મી છે.

આસપાસની સોસાયટીઓના રહીશો ઉપર સ્વાસ્થ્યનું જોખમ

અમદાવાદ મહાનગરપાલિકા હજુ પીરાણા ડમ્પિંગ સાઇટની સમસ્યાનો હલ લાવી શકી નથી. ત્યાં હવે અમદાવાદ મનપામાં બોપલ ડમ્પિંગ સાઈટને દૂર કરવાની જવાબદારી આવી છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો ડુંગર સર્જાયો છે. ત્યારે પીરાણાની જેમ જ બોપલમાં પણ કચરાના ઢગલે ઢગલા થયા છે. બોપલમાં ડીપીએસ સ્કુલની પાસે ડમ્પિંગ સાઇટ આવેલી છે. છેલ્લા ૨૦ વર્ષથી અહી કચરો ઠાલવવામાં આવે છે. જેના કારણે એક લાખ મેટ્રિક ટન જેટલો કચરો જમા થયો છે. અહીં ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવી ત્યારે મોટો ખાડો હતો પરંતુ તે ખાડો પુરાઈ ગયો અને પ્રતિદિન મોટાપાયે કચરો ડમ્પ થતા ચાર ફુટથી વધુ ઊંચો કચરાનો પહાડ બન્યો છે. દુર્ગંધ અને કચરાનો ડુંગર જેવો ઢગલો જોવા મળતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ કચરાના ઢગલાને અડીને જ ઈસરોનું કેન્દ્ર આવેલુ છે અને ડીપીએસ સ્કુલમાં પણ વાલીઓને જતી વખતે ગંદકી અને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પરથી પાંચ હજાર જેટલા બાળકો શાળાએ અવરજવર કરે છે. એટલું જ નહી ડમ્પિંગ સાઈટની આસપાસ 50થી વધુ સોસાયટીઓ આવેલી છે. જેઓના ઘર સુધી દુર્ગંધ આવે છે.

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!