GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લાખો પર્યટકોને આકર્ષવા માટે દીવ પછી શું ગુજરાતના આ વિસ્તારમાંથી પણ દારૂબંધી હટાવી લેવામાં આવશે ?

સોમવારથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાત બિલ રજૂ કરવામાં આવશે. જોકે સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિસ્તારને યુનિટીને લગતું અલગ વિધેયક લાવીને તેને નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરીને વધુ પર્યટકોને આમંત્રિત કરવાનું અને તેના વિકાસને ઝડપી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિિધઓ શાસન કરશે નહિ. માત્ર વહીવટી તંત્રને હસ્તક જ તેના વિકાસની જવાબદારી નાંખવામાં આવશે.

જોકે આ વિધેયક લાવીને સરકાર ગુજરાત રાજ્યની દારૂબંધીની જોગવાઈમાંથી તેને મુક્ત કરવા માટેનું આયોજન કરી રહી હોવાની ચર્ચાએ પણ આ વિધેયક લાવવાની વાત સાથે જોર પકડયું છે. આ પગલું લઈને સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં નોટિફિકેસન અને પરિપત્રના માધ્યમથી કરવામાં આવેલા સુધારા વધારાઓને નવા મૂકાનારા વિધેયકને ગુજરાત વિધાનસભામાં મંજૂર કરાવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જીએસટીની કાયદાકીય જોગવાઈના આૃર્થઘટન અંગે અને તેની અસર અંગે એડવાન્સ રૂલિંગ આપતી ઓથોરિટીના ચૂકાદા સામે નેશનલ એપેલેટ ઓથોરીટીમાં જઈ શકાય તે માટેની ડેફિનેશન-વ્યાખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. એડવાન્સ રૂલિંગ માટે નેશનલ એપેલેટ ઓથોરિટીને બાકાત રાખવા માટે કલમ 2માં સુધારો સૂચવવામાં આવ્યો છે. આ જ રીતે ટર્નઓવરને લગતી બાબતમાં પણ આ વિધેયકના માધ્યમથી સ્પષ્ટીકરણ કરવામાં આવશે.

સેવા આપનારના કિસ્સામાં વૈકલ્પિક પતાવટ યોજના માટે કલમ 10માં સુધારો કરતી જોગવાઈ વિધેયકમાં મૂકવામાં આવી છે. તદુપરાંત ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચૂકવણી કરવાની જોગવાઈ, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની જોગવાઈ તથા કેન્દ્ર-રાજ્ય વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવા માટે નવી કલમ 53 ક પણ આ વિધેયકના માધ્યમથી ઉમેરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા રિફંડની ચૂકવાયેલી રકમ કેન્દ્રની તબદિલ કરી આપવા માટે કલમ 54માં સુધારો કરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. નફાખોરીની રકમના દસ ટકા જેટલી રકમનો દંડ નાખવા માટે કાયદાની કલમ 171ની પેટા કલમ (2)માં સત્તામંડળને અિધકાર આપતી નવી કલમ 2 (ક) ઉમેરવાની જોગવાઈ પણ વિધેયક માં કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019ના માધ્યમથી સરકાર પરિષદ અને સમિતિની બેઠકોનો સરળ વહીવટ થાય તે માટેની જોગવાઈ કરવા જઊ રહી છે.

જમીન મહેસૂલ સુધારા વિધેયક

ગુજરાત જમીન મહેસૂલ અિધનિયમ 1879માં વધુ સાધારા દાખલ કરતું વિધેયક પણ લાવવામાં આવશે.જમીનના સંદર્ભમા ંહક્કપત્રક તૈયાર કરવાની અને તેને આધુનિક બનાવવાની જોગવાઈ કરતું વિધેયક પણ મૂકવામાં આવશે. કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરીને કેટલાક વિસ્તારોમાં જમીન પર અપૂર્ણ હક્કો, માલિકી હક્કો અને હિતસંબંિધ વિખવાદો ઊભા થયા છે. તેથી હકપત્ર અને ફારફારના રજિસ્ટર, જમીન ધારણ અંગેની વાસ્તવિક સિૃથતિ રિફ્લેક્ટ થતી નથી. તેથી હક્કપત્રમાં નોંધા4યેલા ખાતાની વાસ્તવિક સિૃથતિમાં અસમાનતા જોવા મળે છે. આ સિૃથતિ બદલવા માટે નવી કલમ 9 (ક)નો ઉમેરો કરવામાં આવશે. કલમ 135 (ગ) હેઠળ હક્ક સંપાદનો રિપોર્ટ કરવા, દાવેદારોને દાવાનું પ્રમાણપત્ર આપવા અને નો ડયૂ સર્ટિફિકેટ આપવા માટે 90 દિવસની મૂકવામાં આવેલી મુદતમાં સુધારો કરીને 365 દિવસની કરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સહકારી મંડળી સુધારા વિધેયક

ગુજરાત સહકારી અિધનિયમની કલમ 67 (ક)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સહકારી મંડળીના ચોખ્ખા નફાનો ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો ડૂબત લેણા અનામત ફંડ તરીકે રાખવો જરૂરી છે. તેથી ચોખ્ખા નફામાંથી બહુ જ નાની રકમ મંડળીઓ પાસે રહે છે. તેથી કલમ 66ની પેટા કલમ (2)માં જણાવ્યા મુજબ અગાઉના નાણાંકીય વર્ષમાં બિન નફાકારક અસ્ક્યામતો (એનપીએ)નું પ્રમાણ ઓછામાં ઓછું બે ગણું રહે અને એનપીએ માટે લાગુ પડતાં રિઝર્વ બૅન્કના માપદંડોનું મંડળીઓ દ્વારા પાલન કરવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓમાં સંબંધિત મંડળીઓએ તેમના ચોખ્ખા નફાના ઓછામાં ઓછા આઠ ટકા ડૂબત લેણા અનામત ફંડ ખાતે તઈ જવાની જોગવાઈ કરવી જરૂરી છે.આ માટે કલમ 67(ક)માં સુધારો કરવામાં આવશે.

એમએસએમઈની સ્થાપનાને સરળ બનાવતું વિધેયક

ઉદ્યોગોની સ્થાપનાની કામગીરીને સરળ બનાવતી જોગવાઈઓ સાથેનં ગુજરાત સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસોની સૃથાપના અને કામગીરીને સરળ બનાવતું વિધેય 2019 પણ રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં રોકાણકારો માટે વધુ અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાય અને તત્કાલિક સ્વીકૃતિ પત્રક ઓનલાઈન જ મળી જાય તેવી જોગવાઈ કરતું વિધેયક લાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્ટાર્ટ અપ માટે આ જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે. રોકાણને કાર્યાન્વિત કરવા પર આ વિધેયકના માદ્યમથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વિદ્યુત શુલ્કમાંથી મુક્તિ આપતું વિધેયક

કેટલાક વીજ વપરાશકારોને વિદ્યુત શુલ્ક ભરવામાંથી સરકાર તરફથી આપવામાં આવેલી મુક્તિને લગતી જોગવઆઈ કરતું ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતિય સુધારા વિધેયક પણ આગામી સત્રમાં દાખળ કરવામાં આવશે. આ જ રીતે ગુજરાત વ્યાવસાયિક ટેક્નિકલ કૉલેજો આૃથવા સંસૃથાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ અિધનિયમ 2007માં કેટલાક સુધારા દાખલ કરવામાં આવી રહ્યા છે. આ અંગેનું વિધેયક પણ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!