GSTV

અડધી રાતે સલમાનના ઘરે આ વાતની રિક્વેસ્ટ કરવા પહોંચ્યો રેમો, જાણો શું હતું કારણ

બોલીવુડના ભાઈ જાન સલમાન ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સલમાનની ડ્રીમ પ્રોજેક્ટ છે માટે તે તેમાં કંઈ કમી નથી રાખવા માંગતો. સલમાન ખાન પોતાની દરિયાદીલી માટે જાણીતો છે આજે તેના કારણે જ ધણા લોકો ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં છે. પરંતુ સલમાન જેની સાથે દુશ્મનિ કરે છે તેનું કરિયર ટ્રેક પરથી ઉતરતા પણ વાર નથી લાગતી. માટે કોઈ સલમાન સાથે સંબંધ બગાડવા નથી માંગતું. થોડા દિવસ અગાઉ ખબર સામે આવી હતી કે સલમાન અને રેમો વચ્ચે કોઈ ખટપટ ચાલી રહી છે. જેના બાદ હાલમાં જ રેમો તેમને મળવા પહોંચ્યા.

સલમાન ખાન અને રેમો ડિસૂઝા વચ્ચે ફિલ્મ ‘રેસ 3’ને લઇને ખટરાગ શરૂ થયો હતો. કહેવાય છે કે, સલમાન અને રેમો વચ્ચે ફિલ્મના કેટલાક સીન્સને લઇને કચકચ થઇ હતી. ફિલ્મ પછી તેઓ એક-બીજા સાથે વાત નહોતા કરતાં, પરંતુ હવે બન્ને સાથે જોડાયેલી એક વાત સામે આવી છે.

સલમાન અને રેમો વચ્ચે હવે પાછી મિત્રતા બંધાતી હોય તેવું લાગી રહ્યું છે. આની ક્રેડિટ વરુણ ધવનને જાય છે. હાલમાં સલમાન ખાન તેની ફિલ્મ ‘ભારત’ અને રેમો ડિસૂઝા ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3’ની શૂટિંગ કરી રહ્યો છે. બન્ને ફિલ્મના સેટ મુંબઇની ફિલ્મ સિટીમાં ઊભા કરવામાં આવ્યા છે. રેમો શૂટિંગ વચ્ચે સમય કાઢી ‘ભારત’ના સેટ પર સલમાનને મળવા ગયો હતો. પરંતુ સલમાન વ્યસ્ત હતો. તેણે રેમોને રાત્રે ઘરે આવવા આમંત્રિત કર્યો હતો. જે બાદ રેમો રાત્રે લગભગ 3.30 કલાકે સલમાનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.

એવું કહેવાય છે કે, સલમાન અને રેમો ડિસૂઝા વચ્ચે સમાધાન કરાવવામાં વરુણ ધવનનો હાથ છે. વરુણ ધવન, સલમાન અને રેમો ડિસૂઝા બન્નેની નિકટ છે.

આ પહેલા સલમાન અને અરિજીત સિંહની વચ્ચે પણ વિવાદ થયો હતો. જેના બાદ ખબર આવી હતી કે સલમાને તેની ફિલ્મ સુલતાનમાંથી તેનું સોન્ગ હટાવી લીધુ હતું. અરિજીતે ખુલે આમ
સલમાન પાસે માંફી માંગી હતી પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.

Read Also

Related posts

કોરોનાની કંપારી વચ્ચે એપ્રિલમાં ત્રાટકશે બમ ચક્રવાત, આ વિસ્તારને કરશે સૌથી વધારે અસર

Mayur

પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીને આ દેશ સાથે જે કર્યું તે અત્યાર સુધીનો સૌથી મોટો કાંડ છે

Mayur

હવે પુરા કપડાં પહેરવા લાગી છે સની લિયોની, નવા અંદાજ પાછળનું આ છે કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!