GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ડેટ પર જતા પહેલા યુવકોએ ખાસ રાખવું જોઈએ આ બાબતોનું ધ્યાન

યુવકો જ્યારે ડેટ પર જાય છે ત્યારે તે પણ યુવતીઓ કરતાં વધારે તૈયાર કરતાં હોય છે. પરંતુ ખૂબ તૈયારી કરવા છતાં પણ કેટલીકવાર તેમની ડેટ સફળ સાબિત થતી નથી. આમ થવાનું કારણ એ પણ હોય છે કે તેઓ કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપતા નથી. યુવકો માટે કઈ કઈ વાતો ખાસ સાબિત થાય છે તે જાણી લો આજે. 

જો પહેલીવાર ડેટ પર જઈ રહ્યા હોય તો આઉટફિટ પર વિશેષ ધ્યાન આપવું. યુવતીઓ સિંપલ આઉટફિટવાળા યુવકોને વધારે પસંદ કરે છે. તેવામાં વધારે પડતી સ્ટાઈલ કરવા કરતાં સિંપલ લુક સાથે જવું. તેનાથી તમારી ફર્સ્ટ ઈંપ્રેશન સારી પડશે. 

ડેટ પર જઈ શું વાત કરવી તે ચિંતા સતાવે તો તેનું સરળ સમાધાન છે કે ડેટ પર જાઓ તે પહેલા મનને શાંત રાખો. મન શાંત થાય તેવી પ્રવૃત્તિ કરો અને ત્યારબાદ તમને જે શાંતિ અનુભવાશે તેમાં મનમાં ફરતાં પ્રશ્નોના જવાબ મળી જશે. 

પહેલી ડેટમાં વાતાવરણ હળવું અને મસ્તીભર્યું રાખવું. આમ કરવાથી પાર્ટનરને પણ સારું લાગશે. મસ્તી, મજાક અને હળવા વાતાવરણમાં સંબંધ પણ મજબૂત થશે. પરંતુ ધ્યાન એ વાતનું પણ રાખવું કે ડેટ પર કોઈ એક વાત પર ખૂબ લાંબી ચર્ચા પણ ન કરવી.

પહેલી ડેટમાં યુવતીને તેના પાસ્ટ વિશે પુછવાની ભુલ કરવી નહીં. તેના એક્સ વિશે પણ ચર્ચા કરવાનું ટાળવું. આમ કરવાથી પાર્ટનરના મનમાં તમારા માટે વિશ્વાસ વધશે અને તેને લાગશે કે તમને તેના એક્સથી નહીં તેનાથી પ્રેમ છે. 

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!