GSTV
Bollywood Entertainment Trending

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

કોમેડી સર્કસમાં કામ કરતી તૂટેલા દાંત વાળી ગંગુબાઇ યાદ છે ? માત્ર ૩ વર્ષની ઉંમરે તેણે ટીવી પર પદાર્પણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો બાળ સહજ ભોળો અવાજ અને અંદાજ ઘણાને યાદ હશે. તેનું સ્કિન પ્રઝેન્સ એટલું દમદાર હતું કે લોકો તરત જ હસી પડતા હતા. આ ગંગુબાઇ હવે એટલી મોટી થઇ ગઇ છે ઓળખાતી પણ નથી. ગંગુબાઇનું મૂળ નામ સલૌની દૈની છે.તે શાહરુખખાનના શો કયા આપ પાંચવી પાસ સે તેજ હૈ માં પણ દેખાઇ હતી.

કેટલીક મરાઠી ધારાવાહિકો અને ફિલ્મોમાં પણ તેને બાળ કલાકારનો રોલ કર્યો હતો. તેની સૌથી મોટી ઓળખ ટીવી પરનો કોમેડી શો જ રહયો હતો. દુમ કટ્ટા અને નો પ્રોબ્લમ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. સલોની સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહે છે.  તે પોતાના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. લોકો તેને જોઇને ૧૭ વર્ષ પહેલાની ગંગુબાઇ શોધી રહયા છે પરંતુ તે સાવ બદલાઇ ગઇ છે. કેટલાક તો ગંગુબાઇ બડી હો ગઇ એવી કોમેન્ટ પણ કરી છે. તેને નવા જ લૂકમાં જોઇને પોતાની કરિયર માટે અભિનંદન પણ આપી રહયા છે. પોતાનું વજન 22 કિલો જેટલું ઉતારીને ફિટનેસ મેળવી છે. 

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV