GSTV
Home » News » ઓફિસમાં વધારે સ્ટ્રેસ રહે છે તો આજથી જ કરો ફેંગશૂઈના આટલા ઉપાય

ઓફિસમાં વધારે સ્ટ્રેસ રહે છે તો આજથી જ કરો ફેંગશૂઈના આટલા ઉપાય

નોકરી કરતાં દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે કે તે શાંતિ પૂર્ણ વાતાવરણમાં કામ કરે. તેના પર કોઈપણ પ્રકારનું ટેન્શન ન હોય. પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય જ જાય છે કે તેના કારણે થોડો સ્ટ્રેસ તો વ્યક્તિના મન પર રહે છે. આ સ્ટ્રેસને સમયસર દૂર કરવો જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે તો વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. આ સ્ટ્રેસને દૂર કરવા માટે ફેંગશૂઈ અનુસાર ઓફિસમાં થોડા ફેરફાર જોઈએ. આ ફેરફાર કરવાથી ઓફિસમાં અનુકૂળ પરિસ્થિતિ આવે છે. આ ઉપાય ટેંશન, સમસ્યાઓને દૂર કરી તમને તાણમુક્ત કરશે.

ડેસ્કનું સ્થાન

ફેંગશૂઈ અનુસાર ઓફિસમાં ડેસ્કની દિશા યોગ્ય હોય તે ખાસ જોવું. એવી ડેસ્ક પર બેસી ક્યારેય કામ ન કરવું જેના પર બેસવાથી તમારું મુખ ટોયલેટ હોય તે દિશામાં રહે. દાદર તરફ મુખ રહેતું હોય તો તે પણ અશુભ છે. આવી જગ્યાએ બેસવાથી મનમાં ઉદાસી છવાય છે.

માથા પર કોઈ વસ્તુ ન હોવી જોઈએ

ફેંગશૂઈ અનુસાર ઓફિસમાં ક્યારેય એવી જગ્યાએ ન બેસવું જેની ઉપર બીમ હોય. આવી જગ્યાએ બેસવાથી માથાનો દુખાવો રહે છે અને માનસિક તાણ ઘટશે નહીં. આવી જગ્યાએ બેસવાથી કોઈને કોઈ સમસ્યા તમને સતાવતી રહેશે.

દરવાજા તરફ મુખ રાખી ન બેસવું

ઓફિસના મુખ્ય દરવાજા તરફ મુખ રહે તે રીતે પણ ન બેસવું જોઈએ. ફેંગશૂઈ અનુસાર તેને શુભ માનવામાં નથી આવતું. તેનાથી વ્યક્તિની પ્રગતિ અટકે છે અને દરેક કામમાં અડચણ આવે છે.

ખૂણાના સ્થાને ન બેસવું

ડેસ્ક એવી જગ્યાએ પણ ન રાખવી જ્યાં તમારે સાવ ખૂણામાં બેસવાનું થતું હોય. આમ કરવાથી મહેનત કરવા છતા પરિણામ મળશે નહીં અને તમારા કામની કદર પણ થશે નહીં.

આવી ડેસ્ક ન રાખવી

ઓફિસમાં ક્યારેય ગોળાકાર કે અંડાકાર ટેબલ પર ન બેસવું. હંમેશા લાકડાનું અને ચોરસ ટેબલ બેસવા માટે રાખવું.

Read Also

Related posts

શિયાળાની સીઝનમાં બનાવો હેલ્ધી ખજૂર રોલ

Dharika Jansari

સાબુદાણા કડક રહેતા હોય કે ચીકણા પડી જતા હોય, ધ્યાનમાં રાખો પલાળવાની આ રીત, નહીં બગડે વાનગીઓ

NIsha Patel

શરીરમાં ઘર કરી ગયેલો ડાયાબિટીસ મટશે જડમૂળમાંથી, 3 ટાઇમ સેવન કરો આ જાદુઇ ચટણીનું

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!