GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સરકારની મનમાની : VVIP લોકોનો જીવ બચાવવા દવાને કરી રાખે છે સ્ટોક, ગરીબોનું જે થવું હોય તે થાય!

કોરોના સામે લડવાની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર હકિકતમાં કોરોના સામે લડવા માટે જરૂરી દવાની અછત હોવા છતા કોઇ કામગીરી કરી રહી નથી. ત્યાં સુધી કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મનમાની એવી ચાલે છે કે તેમનો ફોન આવે તો જ કોરોના સામે લડવા જરૂરી દવા અપાય છે. તો સવાલ થાય કે આખરે આ દવા કેમ સામાન્ય લોકોને અપાતી નથી. તો તેનો જવાબ છે વીવીઆઇપી લોકોનો જીવ બચાવવા માટે આ દવાને સ્ટોક કરી રાખવામા આવે છે.

  • કોરોના સામે લડવા અત્યંત જરૂરી દવાની અછત
  • સામાન્ય માણસના જીવના જોખમે વીવીઆઇપી માટે થાય છે દવાનો સ્ટોક
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની મનમાની

થોડા સમય પહેલા એકટેમરા નામના અત્યંત જરૂરી ઇંજેકશન જેની કિંમત 35 હજારથી વધુની હતી તેની ખૂબ જ અછત હતી. આ અંગે જીએસટીવીએ અહેવાલ દર્શાવ્યા બાદ રાજ્ય સરકારે આ ઇંજેકશન મંગાવ્યા હતા. ત્યારે કોરોના સામે લડવા માટે ખૂબજ અસરકારક આવી જ એક દવા છે રામડેસિવિર. પરંતુ આ દવા આખાયે ગુજરાતમાં ક્યાંય મળી રહી નથી. કોરોનાના દર્દીનો જીવ બચાવી શકવા માટે સક્ષમ આ દવા ડોકટર્સ પ્રિસ્ક્રાઇબ તો કરે છે. પરંતુ દર્દીના પરિજન દર દર ભટકે તો પણ આ દવા મળતી નથી. આવા જ એક દર્દીના પરિજને જીએસટીવી સાથે વાતચીત કરી. ત્યારે તેઓએ કહ્યું કે તેઓ રામડેસિવિર દવા લેવા છેલ્લે કંપનીના ડેપો પર ગયા તો ત્યાં તેમને એવો જવાબ અપાયો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જોઇન્ટ કમિશ્નર વી.આર.શાહ કહે તો જ આ દવા અમે તમને આપીએ.

કોરોના

વીઆઇપી પેશન્ટ માટે આ દવા સાચવી રાખવામા આવતી હોવાનો આક્ષેપ

રામડેસિવિર દવાની અછત છે તેનું કારણ છે સિમિત માત્રામાં આ દવાને વીવીઆઇપી પેશન્ટ માટે આ દવા સાચવી રાખવામા આવતી હોવાનો આક્ષેપ થયો છે. રામડેસિવિર મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા ખાનગી ડોકટર્સ પણ પરેશાન છે કેમકે આ દવા કોરોનાથી થતી શ્વાસની તકલીફ માટે ખૂબ કારગત છે. ગુજરાત સરકાર કોરોના સામે લડવાના મસમોટા દાવા કરે છે. પરંતુ કોરોના સામે લડવા જરૂરી દવાઓની સર્જાતી અછત. તેમજ વીઆઇપી પેશન્ટ માટે દવાઓના કરતા સ્ટોક જેવા ગંભીર આક્ષેપો ચોક્કસપણે ગંભીર સવાલો સર્જે છે.

READ ALSO

Related posts

UP : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું કર્યું ભૂમિપૂજન, સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા

pratik shah

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

Karan

રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!