GSTV
Gujarat Government Advertisement

AMCએ સ્વીકાર્યું કે રેમડેસીવીર ઈન્જેકશનની માંગમાં થયો વધારો, ખાનગી કોવિડ હોસ્પિટલોને આપી આ સૂચના

રેમડેસીવીર

Last Updated on April 6, 2021 by Bansari

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ શહેરમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની માંગમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમઓયુ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોએ આ ઈન્જેકશન જાતે મેળવી લેવાના રહેશે એ પ્રમાણેની સુચના જારી કરી છે.

ખાનગી હોસ્પિટલોએ આ ઈન્જેકશન જાતે મેળવી લેવાના રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે મોડી સાંજે રીલીઝ કરવામાં આવેલી યાદીમાં સ્વીકાર કર્યો છે કે,શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસની સાથે રેમડેસીવર ઈન્જેકશનની માંગમાં પણ વધારો થવા પામ્યો છે.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટના વચ્ચે હવે લોકોમાં કોરોના ટેસ્ટ માટે જાગૃતિ જોવા મળી છે..કોરોનાના ટેસ્ટ  માટેના ડોમની બહાર લાંબી લાંબી કતાર જોવા મળી..વહેલી સવારથી લોકો ટેસ્ટ માટે લાઈન લગાવીને ઉભા જોવા મળ્યા.. લોકોની આ લાઈન જોઈ અમદાવાદ ની કેટલી ભયાનક સ્થિતિ છે તેની અંદાજો લગાવી શકાય તેમ છે.

ઈન્જેકશનની માંગમાં પણ વધારો થવા પામ્યો

હાલની પરિસ્થિતિ જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની જે ખાનગી કોવીડ હોસ્પિટલો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે એ હોસ્પિટલોને કોવીડ પેશન્ટની સારવાર માટે રેમડેસીવીર ઈન્જેકશનની જરૂર ઉભી થાય તો એવા સંજોગોમાં આવી હોસ્પિટલોએ સરકાર દ્વારા  નકકી કરવામાં આવેલા ભાવ મુજબ,અસારવા સીવીલ હોસ્પિટલ,સોલા સિવીલ હોસ્પિટલ અથવા એસ.વી.પી.હોસ્પિટલ ખાતેથી જાતે જથ્થો મેળવી લેવાનો રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ

Dhruv Brahmbhatt

આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ

Dhruv Brahmbhatt

રાજ્યના DGPનો આદેશ / હવે બારોબાર લગ્ન કર્યા તો ગયા સમજજો, રજિસ્ટ્રેશન સાથે આ નિયમોનું ફરજિયાત કરવું પડશે પાલન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!