GSTV
Home » News » ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

મોદી સરકાર સોમવારે સંસદમાં નાગરિક્તા બિલ રજૂ કરે તેવી સંભાવનાઓ છે ત્યારે કોંગ્રેસ નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે નાગરિક્તા સુધારા બિલ સંસદમાં પસાર થઈ જશે તો તે મહાત્મા ગાંધીજી પર મોહમ્મદ અલિ ઝિણાની વિચારસરણીનો વિજય સમાન ગણાશે.

શશી થરૂરે કહ્યું કે ભારતમાં ધર્મના આધારે નાગરિક્તા આપવામાં આવશે તો ભારત માત્ર ‘પાકિસ્તાનની હિન્દુત્વ આવૃત્તિ’ બનીને રહી જશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ રવિવારે જણાવ્યું કે મોદી સરકાર ચોક્કસ ધર્મના લોકોને નિશાન બનાવી રહી છે અને આ ધર્મના વંચિતોને આશરો તથા નાગરિકતા આપવા માગતી નથી.

પરંતુ બીજા ધર્મના લોકો પ્રત્યે ભાજપ અલગ વલણ અપનાવે છે. થરૂરે કહ્યું કે નાગરિક્તા સુધારા બિલ સંસદમાંથી પસાર થઈ જશે તો તે મહાત્મા ગાંધીના વિચારો પર મોહમ્મદ અલિ ઝિણાના વિચારોનો વિજય ગણાશે.

READ ALSO

Related posts

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભોજનમાં પીરસાશે સ્વાદિષ્ટ ‘દાળ રાયસીના’, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે ભવ્ય ભોજન સમારોહ

pratik shah

દિલ્હીમાં સોમવારે ભડકેલી હિંસા પૂર્વયોજીત કાવતરું? આ ત્રણ સંસ્થાઓ પર શંકા

Arohi

મેલેનિયા ટ્રમ્પે મોતીબાગની સરકારી શળાની લીધી મુલાકાત, તિલક લગાવી કરવામાં આવ્યું સ્વાગત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!