GSTV

ગુજરાતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં નવરાત્રિના ઢોલ નહીં ઢબૂકે પરંતુ રાજકીય ચૂંટણીના ગાજશે પડઘમ

હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ઘણાં વિસ્તારોમાં હોસ્પિટલોના બેડ પણ ફૂલ થઈ ગયા છે. કોરોનાના કેસ ઓછા થવાનું નામ લેતા નથી. ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવ નવરાત્રિ માટે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. વાઈબ્રન્ટ નવરાત્રીનો ઉત્સવ સરકાર કરવાની નથી. કારણ નવરાત્રિમાં કોરોના ફેલાવાની દહેશત છે તો ચૂંટણીમાં કોરોના ભાગી જશે? રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને ધાર્મિક સ્થાનો તેમજ જાહેર બાગ બગીચાઓ સહિતની સુવિધાઓ બંધ છે. લગ્ન માટે પણ માંડ 100 જણાને મંજૂરી આપી છે.

સી આર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કરેલા પ્રવાસથી શું સરકાર અજાણ

અગાઉ ભાજપા પ્રદેશ પ્રમુખ નિમાયા બાદ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કરેલા પ્રવાસથી શું સરકાર અજાણ છે? ભાજપા પ્રમુખ પોતે પણ કોરોના પોઝીટીવ થયા હતા. અન્ય ધારાસભ્યો, નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ કોરોના પોઝીટીવ થયા હતા. હવે તો ચૂંટણી પ્રચાર માટે કરો યા મરોની સ્થિતિ છે એવી સ્થિતિમાં ઘરે ઘરે ફરીને પણ પ્રચાર થશે. તો શું ક્યાંક ઘર ઘર સુધી કોરોનાને મુકવા જશે.?

8 બેઠકો પર પેટા ચૂંટણી પ્રચાર માટે જોરશોરથી તૈયારીઓ થશે

બીજી તરફ આજે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરાતા રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારના બ્યૂંગલો વાગી ચૂક્યા છે. 8 બેઠકો પર પેટા ચૂંટણી પ્રચાર માટે જોરશોરથી તૈયારીઓ થશે પરંતુ નવરાત્રિ મહોત્સવ ઉજવવા પર પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી હતી. પરંતુ હવે શેરી ગરબાના નામે થોડી છૂટછાટ મળી શકે છે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ચૂંટણીની જાહેરાતથી સામાન્ય લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. ચૂંટણી પંચે પણ નવરાત્રીમાં જ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી શકે તે રીતે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબર નક્કી કરી છે. મતદાન 3 નવેમ્બરના થશે. અને 10 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

કોરોના મહામારીને પગલે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ કર્યાનું જાહેર કર્યું હતું

બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે કોરોના મહામારીને પગલે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ કર્યાનું જાહેર કર્યું હતું. 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ છે. કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં લોકોની સલામતી મહત્ત્વનો પ્રશ્ન હોઈ વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવાયો છે. એવું ખુદ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું.

પેટાચૂંટણીના પડઘમ

તારીખપ્રક્રિયા
9 ઓક્ટોબરજાહેરનામું બહાર પડશે
16 ઓક્ટોબરઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
17 ઓક્ટોબરઉમેદવારી ફોર્મની ચકાસણી
19 ઓક્ટોબરઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ
3 નવેમ્બરમતદાન
10 નવેમ્બરમતગણતરી

રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી દેશે

રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી દેશે, પરંતુ આ પ્રચાર પ્રસાર દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનું કેટલું પાલન થઈ શકે છે તે તો આવનાર સમય જ બતાવશે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ પણ પેટા ચૂંટણી થઈ શકે તેમ છે. કોરોના કાળમાં નવી ગાઈડલાઈન મુજબ ચૂંટણી પ્રચારથી લઈને મતદાન સુધીની તમામ તૈયારીઓ કરાશે. લોકો પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કરીને કેવું વોટિંગ કરે છે તે તો આવનાર સમય જ બતાવશે.

READ ALSO

Related posts

આ બોલિવૂડ ફિલ્મોનું સન્માન કરશે સરકાર, મણિકર્ણિકા આ સૂચિમાં નથી

Mansi Patel

IPL 2020: જાણો RCB સામે પરાસ્ત થયા બાદ ઓઇન મોર્ગને શું કહ્યું…

Ankita Trada

આ દેશમાં કોરોના સારવાર કરતાં તબિબી કર્મચારીઓ અને ડોક્ટરોને મફતમાં અપાય છે ગધેડા ઉપચાર, જાણો શું છે કારણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!