GSTV
India News Trending

લશ્કરના વડાઓની ખાતરી પછી મોદીને રાહત, સેનાએ મોરચો સંભાળી લીધો

મોદીએ લશ્કરની ત્રણેય પાંખના વડા સાથે અલગ-અલગ બેઠક યોજીને અગ્નિપથ યોજના સામેના વિરોધ મુદ્દે ચર્ચા કરી છે. સૂત્રોનો દાવો છે કે, આ બેઠકમાં ત્રણેય પાંખના વડાઓએ આ વિરોધ બહુ જલદી શમી જશે એવો મત વ્યક્ત કર્યોે હતો.

લશ્કરી વડાઓના વલણને કારણે મોદી સરકારે કોઈ પણ સંજોગોમાં આ યોજનાને પડતી નહીં મૂકવાનું વલણ અપનાવ્યું હોવાનો સૂત્રોનો દાવો છે. અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ પછી દેશના ઘણા રાજ્યોમાં યુવાનોએ હિંસક વિરોધ કરતાં સરકાર યોજના અંગે અવઢવમાં હતી પણ હવે કોઈ ફેરફાર નહીં થાય.

ત્રણેય પાંખના વડાઓનું માનવું છે કે, એક વાર ભરતીની પ્રક્રિયા શરૂ થશ પછી વિરોધ કરનારા બધું ભૂલીને ભરતી માટે હાજર થઈ જશે તેથી ચિંતા કરવાની જરૂર નથી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વી આર ચૌધરી સાથે મોદીએ સીનિયોરિટી પ્રમાણે બેઠક કરી હતી. એડમિરલ હરિ કુમાર સૌથી સીનિયર છે જ્યારે જનરલ પાંડે ત્રીજા નંબરે છે.

Related posts

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah
GSTV