GSTV

સૌરવ ગાંગુલી અને જય શાહને રાહત, 17મી ઓગસ્ટની સુનાવણી સુપ્રીમે પાછી ઠેલી

ગાંગુલી

Last Updated on August 14, 2020 by Bansari

ભારતીય ક્રિકેટ બોર્ડના બંધારણ અને લોઢા પંચની ભલામણ મુજબ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે પરંતુ બંનેએ થોડા સમય સુધી તેમના કાર્યકાળ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી . કૂલિંગ ઓફ તબક્કાના નિયમ છતાં બંનેએ પોતાની કામગીરી જારી રાખવા અપીલ કરી હતી અને તેની સુનાવણી 17મી ઓગસ્ટે થનારી હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણીને 17મીની યાદીમાં પણ સામેલ કરાઈ નથી. આમ બંનેને હાલ પૂરતી તો રાહત મળી ગઈ છે.

ગાંગુલી અને જય શાહને મળી રાહત

બીસીસીઆઈ હાલમાં આઇપીએલની તૈયારીમાં વ્યસ્ત છે અને વિવોએ ટાઇટલ સ્પોન્સરિશપ પરત ખેંચી લીધા બાદ નવા સ્પોન્સરની જાહેરાત 18મી ઓગસ્ટે થનારી છે. આ સંજોગોમાં ગાંગુલી અને જય શાહને રાહત મળી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે 22મી જુલાઈએ નાનકડી બ્રિફિંગ બાદ આ સુનાવણી 17મી ઓગસ્ટ પર મુલતવી રાખી દીધી હતી. જોકે ગુરુવારે સાંજ સુધીમાં આ કેસ યાદીમાં પણ સામેલ કરાયો ન હતો અને હવે રજાઓ આવી જતાં 17મીએ સુનાવણી હાથ ધરાય તેવી કોઈ શક્યતા રહી નથી.
બીસીસીઆઈએ હવે બોર્ડના બંધારણમાં ધરખમ સુધારા માટે કોર્ટમાં અરજી કરી છે. 2018માં બોર્ડના બંધારણને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું હતું પરંતુ બોર્ડ તેમાં ઘણા સુધારા કરવા માગે છે અને તેમાં કૂલિંગ ઓફ પિરિયડ હટાવી દેવાની અથવા તો તેને લંબાવવાની માગણીનો પણ સમાવેશ થાય છે.

Read Also

Related posts

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો આપ પણ દિકરી માટે ખોલાવા માગો છો ખાતુ તો આટલા ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણી લો આ નિયમ

Pravin Makwana

Tokyo Olympics 2020/ લેડી ગાગાની હમશકલને જોઈ યુઝર્સ થયા હેરાન, તમે પણ વિશ્વાસ નહિ કરશો

Damini Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!