GSTV
Gujarat Government Advertisement

3700 કરોડનું રાહત પેકેજ: રાજ્યના 20 જિલ્લાના આ તાલુકાઓને જ મળશે લાભ, તમારા તાલુકાનું નામ ચેક કરી લો

Last Updated on September 21, 2020 by Karan

રાજ્યમાં ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાજ્ય સરકારે 3700 કરોડનું કૃષિસહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટરને મળશે. આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

ઓનલાઈન અરજીનો ખર્ચ સરકાર ભોગવશે

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તા. 1-10-2020 થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇન જમા કરાવાશે. મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકશાન થયું છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આજે વિશેષ નિર્ણય લેવાયો છે.

20 જિલ્લાઓના આ તાલુકાઓમાં ખેડૂતોને મળશે સહાય

જિલ્લોસહાય મેળવનારા તાલુકા
કચ્છઅબડાસા , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા , નખત્રાણા, રાપર
દેવભૂમિ દ્વારકાભાણવડ, દ્વારકા, કલ્યાણપુર , ખંભાળિયા
ભરૂચઆમોદ, અંક્લેશ્વેર, ભરૂચ, હાંસોટ , જંબુસર , ઝગડિયા, નેત્રંગ , વાગરા , વાલિયા
પાટણચાણસ્મા , હારીજ, રાધનપુર ,સમી , સાંતલપુર, શંખેશ્વર
અમદાવાદબાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા
મોરબીહળવદ માળિયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર
જુનાગઢભેંસાણ , જૂનાગઢ , કેશોદ , માળિયા (હા), માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર , જૂનાગઢ સિટી
અમરેલીઅમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
જામનગરધ્રોલ, જામજોધપુર ,જામનગર, જોડિયા ૫, કાલાવાડ , લાલપુર
પોરબંદરકુતિયાણા, પોરબંદર , રાણાવાવ
રાજકોટધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા, વીછિયા
ગીર સોમનાથગીરગઢડા, કોડીનાર , સૂત્રાપાડા , તાલાલા, ઉના ,વેરાવળ
મહેસાણાબેચરાજી, કડી, મહેસાણા
બોટાદબોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર
સુરેન્દ્રનગરચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી , સાયલા, થાનગઢ, વઢવાણ
ભાવનગરભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર , મહુવા, શિહોર
સુરતબારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા
નવસારીજલાલપોર
નર્મદાનાંદોદ
આણંદસોજીત્રા, તારાપુર

ખરીફ સિઝનના 85 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર

ચાલુ સાલે ચોમાસાની પ્રારંભિક ઈનિંગ સારું રહેતાં ખરીફ સિઝનના 85 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર પણ નોંધાયું હતું. ખેતીને સાનુકૂળ વરસાદ રહ્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદનના સંજોગો હતા, પરંતુ ઓગસ્ટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થવાને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ખેતી પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તારમાં સહાય

રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી જેમાં 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તારમાં સહાય મળવાપાત્ર બનશે. 33 ટકા કે તેથી વધુ નુકસાનીમાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂપિયા 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચુકવાશે. ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા પણ ખેડૂતોને ખાતાદીઠ સહાયનો લાભ આપવાનું નક્કી કર્યું છે. આ રાહત પેકેજથી રાજ્યના 27 લાખથી વધુ ખેડૂતોને લાભ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં છેલ્લાં 14 દિવસથી કોરોનાથી રોજના 3 હજાર 500થી પણ વધુ મોત, સ્મશાનગૃહોમાં લાંબુ વેઇટિંગ

Dhruv Brahmbhatt

ઓહ બાપ રે/ ભારતમાં આવી શકે છે કોરોનાનો નવો ઘાતક વેરિએન્ટ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ગંભીર ચેતવણી!

pratik shah

હવે ભરાયું/ ભાજપ ગમે તે ધમપછાડા કરે ફાયદો તો અંતે મમતા બેનરજીને જ થશે : આ 2 સીટો તો જશે, લાગ્યો છે આ ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!