GSTV

રાહત પેકેજઃ ખેડૂતોને હેક્ટરદીઠ કેટલો મળશે લાભ, કેવી રીતે છે અરજી સહિતની પ્રક્રિયા… તમે જાણવા માગો છો તે બધું….

રાજ્યમાં ચોમાસું વરસાદથી મોટા પ્રમાણમાં પાક નુકસાની થઈ છે. આ પાક નુકસાનીમાં ખેડૂતોના હામિ થવા સરકાર દ્વારા આર્થિક ટેકો કરવા માટે મુખ્યમંત્રીએ રાહત પેકેજની જાહેરાત કરી છે. જેનાથી રાજ્યના 27 લાખ ખેડૂતો માટે 3,700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાયું છે. રાજ્યમાં ઓગસ્ટના ભારે વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને રાજ્ય સરકારે રાહત આપતો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ ખેડૂતોએ હવે 1 ઓક્ટોબરથી આ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયઓ ચાલુ થશે.

ઓનલાઈન અરજીનો ખર્ચ સરકાર ભોગવશે

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તા. 1-10-2020 થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇન જમા કરાવાશે. આ વર્ષે આગોતરા વાવેતર થયેલા કપાસ, મગફળી, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકશાન થયું છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આજે વિશેષ નિર્ણય લેવાયો છે.

ખેડૂતોને હેક્ટરદીઠ 5,000 રૂપિયા સહાયનો લાભ આપવાનું પેકેજ તૈયાર

ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા હતા. મોટા ભાગના પાકમાં નુકસાની જોવા મળી છે. જેથી રાજ્ય સરકારે આજે નિર્ણય લેતા આ યોજનામાં ખેડૂતોને હેક્ટરદીઠ 5,000 રૂપિયા સહાયનો લાભ આપવાનું પેકેજ તૈયાર કર્યું છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળવાપાત્ર બનશે. રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના સર્વે મુજબ સહાય અંગે વિચારણા કરાશે.

37 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને મળશે લાભ

ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે આગોતરા ખરીફ વાવેતરને મોટું નુકસાન થયું છે. રાજ્યના કૃષિ વિભાગના સર્વે પ્રમાણે 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી 37 લાખ હેક્ટરમાં સહાયને પાત્ર થશે. રાજ્ય સરકાર દ્વારા 20 જિલ્લાઓના 123 તાલુકાના ખેડૂતો માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ જાહેર કરાયું છે. જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

READ ALSO

Related posts

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

pratik shah

સાંજે 6 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે પીએમ મોદી, ટ્વિટ કરીને આપી જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!