GSTV
Home » News » કમોસમી વરસાદ સાથે મોદી પણ ખેડૂતો પર વરસ્યા, રાહત પેકેજ તૈયાર કરીને ફાળવી દીધા 1.25 લાખ કરોડ

કમોસમી વરસાદ સાથે મોદી પણ ખેડૂતો પર વરસ્યા, રાહત પેકેજ તૈયાર કરીને ફાળવી દીધા 1.25 લાખ કરોડ

કેન્દ્ર સરકારે ખેડૂતોને તેલંગણાથી પણ વધુ સારૂ પેકેજ આપવાની તૈયારી કરી લીધી છે. સરકાર દર વર્ષે એક એકર દીઠ 12 હજાર રૂપિયા આપવા જઈ રહી છે. આ દરખાસ્તને અંતિમ રૂપ પણ આપી દીધુ છે અને આ માટે રૂ. 1.25 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેની જાહેરાત સામાન્ય બજેટ સાથે અથવા તેની પહેલા કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિ પંચે નાણા મંત્રાલય અને કૃષિ મંત્રાલયની ભલામણ પર આ યોજનાને તૈયાર કરી છે. એક સિઝનમાં એકર દીઠ છ હજાર રૂપિયા આપવામાં આવશે. તેલંગણા સરકાર દર વર્ષે ખેડૂતોને એકર દીઠ ફક્ત આઠ હજાર રૂપિયા આપે છે. દેશમાં લગભગ 14 કરોડ ખેડૂતો પાસે 13 મિલિયન હેકટરની કૃષિ જમીન છે. કમિશનની રિપોર્ટ મુજબ કૃષિની વાર્ષિક આવકમાં 2011-12ની સાપેક્ષમાં 2015-16 દરમિયાન દર વર્ષે માત્ર 0.4 ટકા વધ્યો છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં ખેડૂતોની આવકને 2022માં બમણી કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાના અમલીકરણ પછી તેની આવકમાં ઓછામાં ઓછા દસ ટકા વધારો થવાની ધારણા છે. પરંતુ જો 2022 સુધી આવક બમણી કરવી હોય તો દર વર્ષે ખેડૂતોની આવકમાં વાર્ષિક ધોરણે 12% વધવી જોઈએ.

આ વસ્તુ છે ખાસ

કેન્દ્ર સરકારે જમીન વિનાના લોકો માટે ખાસ જોગવાઈ કરી છે. તેલંગણા મોડેલમાં તેમને જ પૈસા આપવામાં આવ્યા છે કે જેમની પાસે કૃષિ જમીન છે. દેશમાં 90 ટકા નાના અને મધ્યમ ખેડૂતો છે કે જેની પાસે બે હેકટર સુધીની જ જમીન છે. ખેડૂતો પાસે 45 ટકા સિંચાઇ અને 55 ટકા બિન-સિંચાઇવાળી જમીન છે. ખેતી ઉપરાંત તેમની પાસે પશુધન આવકનો મુખ્ય ઉપાય છે.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!