GSTV

લોકડાઉન અને વાવાઝોડાથી માછીમારોને કરોડો રૂપિયાનું નુકાશાન, સરકાર પાસે કરી રાહત પેકેજની માગ

વેરાવળ બંદર પર નાની મોટી આઠ હજારથી પણ વધુ બોટો છે. ત્યારે માછીમારોને આ વષેઁ મોટી આફત આવી પડી છે. જેમા કુદરતી આફતો હોય કે પછી કોરોનાનુ ગ્રહણ હોય વષઁ દરમિયાન કિનારા પર જ બોટો રાખવાનો સમય આવ્યો અને કરોડો રૂપિયાનું નુકશાન માછીમારોને થયુ છે ત્યારે માછીમારો સહાય પેકેજની માંગ કરી રહ્યા છે. વેરાવળ બંદરના જ્યાં 5 હજારથી વધુ માછીમારી બોટ છે. હાલની પરિસ્થિતીમાં છેલ્લા 7 મહિનાથી બોટો ઠપ્પ છે. જેથી માછીમારોની હાલત દયનીય બનેલી છે. જેથી માછીમારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર કોઈ મદદ કરે તો ફરીથી ધંધા રોજગાર શરૂ થાય તેવી સ્થિતી છે. 117 વષઁ મા પ્રથમ વખત ગયા વષેઁ પાંચ જેટલા વાવાઝોડા આવ્યા જેમા માછીમારોને કરોડોનું નુકશાન થયું છે.

હવે કોરોના કેરના કારણે છ મહીનાથી બોટો બંધ છે. માછીમારોના ખલાસીઓ જે અન્ય રાજ્યોમાંથી બોટમાં માછીમારી કરવા આવે છે તે પણ રુપીયા એડવાન્સ આપી દીધા છતા આવતા નથી. વેરાવળ બંદર પર 50% થી વધુ બોટોના ખડકલા છે જેનાથી માછીમારો આથીઁક સંકળામણને લીધે ભારે મુશ્કેલી મા પડયા છે. તેમાં પણ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3 થી 3.50 રુપીયા હતી તે વધારીને 32 રુપીયા થતા માછીમારોની કમર સાવ તૂટી ગઇ છે. વેરાવળ સહિત સૌરાષ્ટ્રના બંદરો દર વર્ષે 3700 કરોડ રુપિયાથી વધુની માછલી એક્સપોર્ટ કરતા હતા. પરંતુ વર્તમાન વર્ષ તેમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને 1000 કરોડને પાર પણ ન પહોંચે તેવું લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

કોટક બેન્ક ખરીદી રહી છે ઇન્ડસઇંડ બેંક, આખરે વિવાદ વધતાં બેન્કે કરી આ સ્પષ્ટતા

Ankita Trada

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari

સાવધાન! એન્ડ્રોયડ યૂઝર્સ તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખજો, 21 એપ્સને લઈને ચેતવણી થઈ જાહેર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!