GSTV

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન અંતર્ગત કૃષિ રાહત પેકેજ હેઠળ 25 હજાર 427 ખેડૂતોને રૂપિયા 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત 248 થી વધુ ગામોની ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી.

અરજી ૩૧ ઓક્ટોબર સુધી સ્વીકારવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલા ખેડૂતોની સહાય માટે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું..જે અંતર્ગત આ સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર રાજ્યમાં 3 લાખ 92 હજાર 488થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી છે. જો કે કૃષિ રાહત પેકેજ અંગેની અરજીઓ હજુ સ્વીકારાઈ રહી છે. આ અરજી ૩૧ ઓક્ટોબર સુધી સ્વીકારવામાં આવશે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!