GSTV
Gujarat Government Advertisement

આમ આદમીને મોટી રાહત! LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને થયો આટલો ઘટાડો

ગેસ સિલિન્ડર

Last Updated on August 1, 2019 by Bansari

સતત બીજા મહિના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી ગ્રાહકોને આ ઘટાડાનો લાભ મળશે. હકીકતમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 62.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટવાના કારણે ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું કે સબસીડી વિના અથવા બજાર કિંમતના એલપીજીની કિંમત 574.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. નવા દરો બુધવારે અડધી રાતથી લાગૂ થઇ ગયા છે. અગાઉ પહેલી જુલાઇથી સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

lpg cylinder price hike

ગત એક મહિનામાં સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 163 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સબસિડી વિનાના ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાની અસર સબસિડીવાળા ગેસ સિલિન્ડર લેતી વખતે કરાતી ચુકવણી પર પણ પડશે. ઉપભોકતાને ઓગસ્ટમાં 14.2 કિલોની સબસિડી વાળા ગેસ સિલિન્ડર લેતી વખતે હવે 574.50 રૂપિયાની ચુકવણી કરવી પડશે, જુલાઇમાં તેના માટે 637 રૂપિયા ચુકવવા પડતાં હતાં.

જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે ઇંધણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આ જ કડીમાં સતત બે મહિનાથી સબસીડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે.

જો કે સબસીડી વાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. દિલ્હીમાં હાલ સબસીડીવાળા એલપીજી ગેસ સિલિન્ડની કિંમત 497.37 રૂપિયા છે. અગાઉ 1 જૂને સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!