GSTV

USમાં રહેતા ભારતીયોને રાહત, H1-B વિઝા ધારકોએ નહીં ફરવું પડે પાછા

Last Updated on January 9, 2018 by

ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા એવા કોઇ પ્રસ્તાવ પર વિચાર નથી કરી રહ્યું જેમાં એચ1-બી વિઝા ધારકોને દેશ છોડવો પડે. અમેરિકી અધિકારીઓએ આજે જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન એવા કોઇ પ્રસ્તાવ પર કાર્ય કરી રહ્યું નથી. જેમાં એચ1-બી વિઝા ધારકોએ દેશ છોડવો પડે.

અમેરિકાની યૂએસસીઆઇએસ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે કે જ્યારે એવા સમાચાર મળી રહ્યા હતા કે ટ્રમ્પ પ્રશાસન એચ1-બી વિઝા નિયમોને વધુ કડક બનાવવાનો વિચાર કરી રહ્યું છે.

લાખો ભારતીયોને રાહતના સમાચાર

વિદેશી લોકને એચ1-બી વિઝા આપનારી એજન્સી યૂએસ સિટિજન્સશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ એટલે કે યૂએસસીઆઇએસના ચીફ ઓફ મીડિયા રિલેશન્સ જોનાથને જણાવ્યું છે કે યૂએસઆઇસીએસ તરફથી એસી 21ની કલમ 104 સી જે વિદેશી નાગરિકને એચ1-બી વિઝા પર છો મહિનાની રહેવાની મંજૂરી આપે છે તેમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં.

આ જાહેરાત બાદ ભારતીયો માટે મોટી રાહત મળી છે. ટ્રમ્પ પ્રશાસનની આ જાહેરાત બાદ લાખો ભારતીય આ શુભ સમાચારને શૅર કરી રહ્યા છે.

લગભગ 7.5 લાખ ભારતીયોને થઇ શકતી અસર

અમેરિકી એજન્સી યૂએસસીઆઇએસ તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે સમાચાર મળી રહ્યા હતા કે ટ્રમ્પ પ્રશાસન એચ1-બી વિઝા નિયમો વધુ કડક બનાવવાનો વિચાર કરી રહ્યા છે. જો આ નિયમ અમલમાં આવે તો લગભગ 7.5 લાખ ભારતીયોને દેશ છોડવા પડે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકી પ્રશાસન એચ1-બી વિઝા ધારકોના વિઝા એક્સપાન્ડ કરવાના નિયમમાં બદલાવ પર વિચાર કરી રહી છે. અમેરિકી વિભાગે કહ્યું કે તે એવા કોઇપણ નિયમમાં બદલાવ પર વિચાર કરી રહ્યા નથી જેમાં એચ1-બી વિઝા ધારકોએ અમેરિકા છોડવું પડે.

ઓબામા સરકારે બનાવ્યો હતો કાયદો

અહીં તમને જણાવી કે ફેબ્રુઆરી 2015માં ઓબામા સરકારે અમેરિકામાં રહેતા પ્રોફેશનલ ઉપર આર્થિક દબાણને ઘટાડવા માટેના ઉદ્દેશથી પતિ પત્નીઓને કામ કરવાની છુટ આપવાનો નિયમ બનાવ્યો હતો. તેના હેઠળ ગ્રીન કાર્ડ માટે પ્રતીક્ષા કરી રહેલા પ્રોફેશનલોના જીવનસાથીને કામ કરવાની છુટ આપવાની જોગવાઇ કરવામાં આવી હતી.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari

મધ્ય પ્રદેશમાં વરસાદનું રૌદ્ર રૂપ : તમામ નદીઆે જોખમી સ્તરે, ગ્વાલિયર અને ચંબલના 1171 ગામો પાણીમાં ગરકાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!