GSTV
Home » News » સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર ઝરમર હેત: ‘વાયુ’ વાવાઝોડા પહેલા ઠેર-ઠેર વરસાદથી ગરમીમાં રાહત

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર ઝરમર હેત: ‘વાયુ’ વાવાઝોડા પહેલા ઠેર-ઠેર વરસાદથી ગરમીમાં રાહત

વાયુ વાવાઝોડા પહેલા જ પોરબંદરમાં મેઘરાજાનું આગમન થયું છે. પોરબંદરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં.જેના કારણે પોરબંદરવાસીઓને બફારા અને ઉકળાટથી રાહત મળી હતી.

બીજી તરફ વાવાઝોડાના આગમન પહેલા જ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું.વાદળછાંયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. સિઝનનાં પ્રથમ વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મોરબીમાં પણ વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ હતી. વરસાદી માહોલને કારણે મોરબીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો.

ડભોઇ પંથકમાં મેઘરાજાની પધરામણી થઇ. ઠંડા પવન સાથે ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું. મેઘરાજાની પધરામણીને કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તો વરસાદના આગમનથી ખેડૂત વર્ગમાં પણ ખુશી જોવા મળી. બીજી તરફ સયાજી નગરી વડોદરામાં મેઘરાજાનું આગમન થયું. બપોરે ભારે ઉકળાટ બાદ વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. વાયુ વાવાઝોડાની દક્ષિણ કે મધ્ય ગુજરાતમાં ખાસ કોઈ અસર થવાની નથી. તેમ છતાં દરિયાકાંઠેથી આવતા ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે.

નવસારી જિલ્લામાં વાયુની અસરમાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર જીલ્લામાં જોરદાર પવન અને ધુળની ડમરીઓ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. નવસારીનાં વાંસદા તાલુકામાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે.

પંચમહાલ જિલ્લાનાં શહેરામાં પણ વરસાદનું આગમન થયું હતું. પંચમહાલમાં વરસાદનાં છાંટા પડવાની શરૂઆત થઇ હતી. વરસાદના આગમનથી લોકોમાં ગરમી અને બફારાથી છુટકારો મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવરાયજી મદિરમાં ઘુસ્યું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!