રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર – ડિસેમ્બર 2021ના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં શેલ ગેસનો હિસ્સો વેચતા મળેલા રૂ. 2800 કરોડ અને અન્ય રૂ. 36 કરોડ મેળવતા કુલ રૂ. 20,539 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે ગત વર્ષની તુલનાએ 38 ટકા વધારે છે. આક્સમિક આવકને બાદ કરતા કંપનીનો ચોખ્ખો નફો રૂ. 17703 કરોડ રૂપિયા રહ્યો હતો. તો ગ્રોસ રેવન્યૂ 52 ટકા વધીને રૂ. 2,09,823 કરોડ રહી છે.
જ્યારે વર્ષ પૂર્વેના ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 1,23,997 કરોડની આવક ઉપર રૂ. 13,101 કરોડનો નફો કર્યો હતો.

માર્કેટ એનાલિસ્ટોએ રૂ. 1.75 કરોડની આવક અને રૂ. 15,264 કરોડના નફાની અપેક્ષા રાખી હતી.
રિલાયન્સની ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ નિકાસ ગત વર્ષ કરતાં 150 ટકા વધીને રૂ. 64781 કરોડ થઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનો ત્રિમાસિક નફો 10 ટકાની વૃદ્ધિમાં રૂ. 3615 કરોડ અને આવક 5 ટકા વધીને રૂ. 19,347 કરોડ નોંધાઇ છે. કંપની ગ્રાહક દીઠ સરેરાશ કમાણી ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. 151.6 થઇ છે જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 143.6 હતી.
રિટેલ બિઝનેસનું સંચાલન કરતી રિલાયન્સ રિટેલની કોન્સોલિડેટેડ ગ્રોસ રેવન્યૂ 52 ટકા વધીને રૂ. 57,714 કરોડ થઇ છે.

રિલાયન્સનો ઓઇલ-ગેસ બિઝનેસની ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક 56.8 ટકા વધીને રૂ. 1,31,427 કરોડ જે મુખ્યત્વે ક્રૂડ ઓઇલના ભાવ અને વેપારમાં વૃદ્ધિને આભારી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ જણાવ્યુ કે, સૌથી વધુ સ્ટોર સેલ્સ અને ડિજિટલ અને ન્યુ કોમર્સમાં સતત વૃદ્ધિથી સંચાલિત તમામ વપરાશી સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઇ છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને એપેરલ સેગમેન્ટમાં તહેવારોની મજબૂત માંગ-વેચાણથી બિઝનેસ બમણો થઇ ગયો છે. તો ગ્રોસરી બિઝનેસમાં ડબલ ડિજિટનો ગ્રોથ ચાલુ રહ્યો છે.
Read Also
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!
- Women’s T20 Challenge/ સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ ટ્રોફી જીતી, વેલોસિટીને 4 રનથી હરાવ્યું
- ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
- સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી