GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

લોન આપનારી બેંકો રિલાયન્સ નેવલ વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરશે

અનિલ અંબાણીની વધુ એક કંપની નાદાર થવાની તૈયારીમાં છે. ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ પર 9000 કરોડ રપિયાથી વધારાનું દેવું છે. ઘણા મહિનાથી કંપની આ લોનનું વ્યાજ આપી રહી નથી અને આઇડીબીઆઇ બેંકે કંપની દ્વારા પ્રસ્તાવિત યોજના ફગાવી દીધી છે. 

કંપનીને લોન આપનારી બેંકો કંપનીની વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટેની અરજી કરશે. ધિરૈાણકર્તાઓએ હવે કંપનીના બાકી દેવા અંગે સમાધાન કરવાની શક્યતાઓનો ઇનકાર કર્યો છે.  બેંકોનું માનવું છે કે હવે આ કંપનીને નાદાર જાહેર કરી તેની મિલકતો વેચી નાણા વસૂલ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. બેંકના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ કંપનીએ માટે રિઝોલ્યુશન પ્લાન તૈયાર કરવાની રિઝર્વ બેંકની ડેડલાઇન જુલાઇની શરઆતમાં જ સમાપ્ત થઇ ગઇ છે અને રિલાયન્સ નેવલને જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો તેનો ધિરાણકર્તાઓએ સ્વીકાર કર્યો નથી.

રિલાયન્સ નેવલ કોઇ પણ પ્રકારની ચૂકવણી કરવા તૈયાર નથી અને તે ઇચ્છે છે કે બેંક દેવાના બદલામાં કંપનીના ભાગીદાર બને. ઉલ્લેખનીય છે કે રફાલ વિમાનનો ઓફસેટ સોદો ડિફેન્સ સેક્ટરના જે અનુભવને આધારે રિલાયન્સ એડીએજીને મળ્યું છે તેમાં રિલાયન્સ નેવલ, રિલાયન્સ ડિફેન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર સામેલ છે.રફાલનો ઓફસેટ સોદો હાંસલ કર્યા પછી રિલાયન્સ એડીએજી અને કંપની એડીએજી અને ફ્રાન્સની દસોલ્ટે મળીને એક સંયુક્ત ઉપક્રમ દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ(ડીઆરએએલ)ની રચના કરી છે. 

ઉલ્લેખનીય છે કે કુલ 3.8 લાખ રપિયાની 70 લોનના સમાધાન માટે રિઝર્વ બેંકે 30 દિવસનો સમય આપ્યો હતો. સમાધાન ન થતા બેંક આવા કેસોને નાદારીની પ્રક્રિયા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની પાસે મોકલી શકે છે. રિલાયન્સ નેવલનું અગાઉનું નામ પીપાવાવ ડિફેન્સ એેન્ડ ઓફશોર એન્જિનિયરિંહ હતું અને તે એસકેઆઇએલ ગુ્રપના હાથમાં હતી. આ કંપની 2013થી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હોવાના અનિલ ધીરૂભાઇ અંબાણી સમૂહ (એડીએજી)એ તેને ખરીદી હતી.

READ ALSO

Related posts

કોરોના ટેસ્ટિંગ મામલે કેજરીવાલ બગડ્યા, આ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરવા કર્યો આદેશ

Harshad Patel

મોદી સરકારનું સુપ્રિમમાં સોગંધનામું, શ્રમિકોને અપાઈ છે આ પ્રકારની સુવિધાઓ

Harshad Patel

ભારત અમેરિકાની દોસ્તીથી અકળાયું ચીન, સરહદી સમાધાનમાં સારા સબંધો જાળવવા જરૂરી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!