GSTV

Reliance ખરીદવાની છે ભારતનો TikTok બિઝનેસ? જાણો વાતમાં કેટલી સચ્ચાઈ

Reliance

ભારતમાં ટિક-ટોક પર બેન લગાવ્યા બાદથી ખબર આવી રહી છે કે માઈક્રોસોફ્ટ ટિક-ટોકનો બિઝનેસ ખરીદી શકે છે. માઈક્રોસોફ્ટે ટિક-ટોકને ખરીદવાનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્ર દ્વારા ટિક-ટોકને 15 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં વ્યાપાર વેચવાની ડેડલાઈન બાદ કરવામાં આવ્યો છે. હવે એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે રિલાયન્સ (Reliance) પણ આ સંભાવનાઓને ધ્યાનમાં રાખી રહ્યું છે. જેના દ્વારા તે ટિક-ટોકના ભારતમાં થતા બિઝનેસમાં રોકાણ કરી શકે છે. આ વાતની સુચના મામલા સાથે જોડાયેલા લગભગ 6 લોકોએ આપી છે.

Relianceના આધિકારીઓને મળ્યા ટિકટોક સીઈઓ

એવી પણ ખબર છે કે ટિકટોકના સીઈઓ કેવિન મેયર રિલાયન્સના ટોપ અધિકારીને મળ્યા (tiktok approches ril to sell its business) છે. જેના દ્વારા એ જાણી શકાય કે શું ભારતનો બિઝનેસ ખરીદવામાં રિલાયન્સને રસ છે. હવે રિલાયન્સ અને જીઓ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. એક અધિકારીએ પણ જણાવ્યું છે કે રિલાયન્સ અને ટિકટોકના અધિકારીઓ એક બીજાના સંપર્કમાં છે.  

Reliance

Relianceએ કહ્યું અફવાહ

ભલે બજારમાં આ વાતની ચર્ચા ગરમ છે કે રિલાયન્સ હવે ટિકટોકને ખરીદી શકે છે પરંતુ કંપનીએ આ વાતને અફવાહ કહેતા તેના પર બીજી કોઈ પ્રતિક્રિયા નથી આપી. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું છે કે કંપનીએ હંમેશા જ સેબીના નિયમો હેઠળ અને સ્ટોક એક્સચેન્જની સાથે એગ્રિમેન્ટ હેઠળ જરૂરી સુચનાઓ આપી છે.

Reliance

કોઈએ નથી કર્યો કોઈ પણ કમેન્ટ

ટિકટોકે કોઈ જવાબ નથી આપ્યો. માઈક્રોસોફ્ટે પણ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો છે. કેવિન મેયરે ઈટીને લિન્ક્ડઈન દ્વારા મેલ કર્યો હતો. તેનો કોઈ જવાબ નથી મળ્યો. સૂત્રોની માનીએ તો હાલ ડીલને લઈને વાતો શરૂઆતી દોરમાં છે અને બની શકે છે કે આ ડીલ ન થઈ શકે કારણ કે તેમાં તમામ અડચણો આવી રહી છે.

Read Also

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!