GSTV
Gujarat Government Advertisement

સમુદ્રના પેટાળમાં છે કોરોનાનો ઈલાજ, આ વસ્તુથી અટકાવી શકાય છે

Last Updated on April 13, 2020 by Karan

કોરોના વાઈરસનો ઈલાજ અત્યાર સુધી હાથ તો નથી લાગ્યો, પણ હવે એક એવી વસ્તુ મળી છે જેના થકી કોરોનાનો પ્રસાર વધતો અટકાવી શકાય છે. આ વસ્તુ સમુદ્રની અંદર મળી છે. રિલાયન્સ દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે સમુદ્રની અંદર મળતી લાલ કાઈ (સમુદ્રી શેવાળ) (Marine red algae) દ્રારા ફેલાવાથી રોકી શકાય છે.

રિલાયન્સના અભ્યાસમાં શું પરિણામ મળ્યું ?

રિલાયન્સે કરેલા અભ્યાસની જો વાત માનવામાં આવે તો લાલ કાઈ એટલે કે લાલ શેવાળથી જે જૈવ રસાયણ નીકળશે તેની મદદથી કોટિંગ પાઉડર તૈયાર કરવામાં આવી શકે છે. એ કોટિંગને જો સેનેટરી આઈટમ્સમાં ઉપયોગ કરવામાં આવશે તો કોરોના નહીં ફેલાય. સેનેટરીના સામાનમાં ટાંકી, સિંક, ટોઈલેટ સીટ જેવી તમામ ચીજો આવે છે.

સંશોધનમાં શું સામે આવ્યું છે ?

આ સંશોધન મુખ્યત્વે કૈરીગીરિન પર થયું છે. કૈરીગીરિન સમુદ્રની જ એક પ્રકારની શેવાળની પ્રજાતિ છે. જેને ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કૈરીગીરિન ઘણા પ્રકારના વાઈરસમાં અવરોધકનું કામ કરે છે. સંશોધન પ્રમાણે આ પ્રકારના શેવાળમાંથી નીકળનારા Polysaccharides કોરોના વાઈરસ વિરૂદ્ધ લડવામાં એન્ટીવાઈરલ એજન્ટના રૂપમાં કામ કરે છે. જો તેની કોટિંગ બનાવી ઉપયોગમાં લેવામાં આવે તો વાઈરસને વધતો અટકાવી શકાય છે. કોટિંગથી વાઈરસ ઘણા અંશે ફેલાતા રોકાય છે. અત્યાર સુધી એ સામે આવ્યું છે કે, કોરોના કોઈ પણ જગ્યાએ લાંબો સમય ટકે છે. પણ જો સમુદ્રની લાલ શેવાળ રોકી શકે છે તો ઉપયોગી થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!