GSTV

Jio Prepaid Recharge Online: નવા વર્ષમાં યુઝર્સને વધુ એક ભેટ, ડેટા વાઉચર્સ પર મળશે ડબલ ફાયદો

Last Updated on January 4, 2021 by Mansi Patel

Reliance Jioએ તેના યુઝર્સને વધુ એક ભેટ આપી છે. નવા વર્ષમાં, તેણે યુઝર્સને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી હતી. હવે તેના સસ્તા 4 જી ડેટા વાઉચર્સ પર ડેટાની લિમિટ લગભગ બમણી કરી દીધી છે. તેનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે.

jio

જિઓએ કહ્યું છે કે, 11 રૂપિયા, 21 રૂપિયા, 51 અને 101 રૂપિયાના 4 જી ડેટા વાઉચર્સ પર હવે યુઝર્સને વોઇસ કોલિંગને બદલે વધુ ડેટાનો લાભ મળશે. આમ પણ, 1 જાન્યુઆરીથી કંપનીએ તમામ નેટવર્ક્સ પર કોલિંગને મફત બનાવ્યું છે. આવી સ્થિતિમાં, વોઇસ કોલિંગ હવે મહત્વપૂર્ણ નથી. તેના બદલે કંપનીએ ડેટા લિમિટ વધારી દીધી છે.

હવે  11 રૂપિયાના પ્રીપેડ પ્લાન પર 400 એમબીને બદલે 800 એમબી ડેટા મળી રહ્યો છે. તો, 21 રૂપિયાના પ્લાન પર, 1 જીબીને બદલે 2 જીબી ડેટા મળી રહ્યો છે. 51 રૂપિયાના રિચાર્જ પર યુઝર્સને 3 જીબીને બદલે 6 જીબી ડેટા મળશે. એ જ રીતે, હવે 101 રૂપિયાના રિચાર્જમાં 12 જીબી ડેટા મળશે. આ રિચાર્જ પર પ્રથમ 1000 મિનિટની વોઇસ કોલિંગ ઉપલબ્ધ હતું. પરંતુ હવે વોઇસ કોલિંગની જરૂર નથી.

jio

એટલું જ નહીં, હવે યુઝર્સના 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 અને 1000 રૂપિયાનાં ટોપ-અપ રિચાર્જ પર વોઇસ કોલિંગ માટે ફ્રી ટોક ટાઇમ મિનિટ્સ ખતમ કરી દેવામાં આવી છે. આ રિચાર્જ પર ડેટાનો વધુ ફાયદો મળશે. પહેલાં 1000 રૂપિયાના ટોપ-અપ પ્લાનમાં અગાઉ 844.46 રૂપિયાનો ટોક ટાઇમ મળતો હતો, પરંતુ હવે વાત કરવાની જરૂર નથી. આ કિસ્સામાં, તમને તેના પરના ડેટાનો વધુ ફાયદો મળશે.

READ ALSO

Related posts

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave

ખૂબ જ કામનું / 1 નવેમ્બર પહેલા કરી લો આ જરૂરી કામ, નહીંતર ફોનમાં ઉપયોગ નહીં કરી શકો WhatsApp

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!