GSTV
Gujarat Government Advertisement

રાહત / કોરોનાકાળમાં અનિલ અંબાણીને મળી રાહત, 4,206 કરોડના નુકશાનમાંથી નફામાં આવી આ કંપની

Last Updated on May 8, 2021 by Bansari

કોરોનાકાળમાં દેશના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના વડા અનિલ અંબાણીને રાહત મળી છે. હકીકતમાં તેમની કંપની રિલાયન્સ પાવરને 72 કરોડ રૂપિયાનો નફો થયો છે. રિલાયન્સ પાવર જે પહેલા રિલાન્યસ એનર્જીના નામે જાણીતી હતી. આ કંપનીએ કોરોનાકાળમાં નફો કર્યો છે.

રિલાયન્સ પાવરે માર્ચ 2021માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 72.56 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીને માર્ચ 2020માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 4,206.38 કરોડનું ચોખ્ખુ નુકશાન થયું હતુ. આ અનિલ અંબાણી અને રિલાયન્સના સીઈઓ કે રાજા માટે મોટી રાહત છે કે કંપની 4,206 કરોડ રૂપિયાના નુકશાનથી બહાર આવી 72 કરોડ રૂપિયાનો નફો બતાવી રહી છે.

આવકમાં પણ વધારો

રિલાયન્સ પાવરને આ સમયગાળા દરમિયાન નફો સાથે આવકમાં પણ વધારો થયો છે. આ વર્ષના માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 1,691.19 કરોડ રૂપિયા હતી. એક વર્ષ પહેલા સમાન ગાળામાં તેણે 1,902.03 કરોડ રૂપિયાની આવક બતાવી હતી. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 228.63 કરોડ રૂપિયા હતો, જ્યારે 2019-20માં તે 4,076.59 કરોડ રૂપિયા હતો. વર્ષ 2020-21માં કંપનીની કુલ આવક 8,388.60 કરોડ રૂપિયા હતી, જ્યાકે ગત નાણાકીય વર્ષમાં તે 8,202.41 કરોડ રૂપિયા હતી.

લોકડાઉનને લઇ કહી હતી આ વાત

અગાઉ ગત મહિને અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી જે રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ કેપિટલના ડાયરેક્ટર પણ છે. તેમણે મહારાષ્ટ્રમાં લાગૂ લોકડાઉન પર સવાલ ઉઠાવ્યા હતા. અનમોલે ટ્વીટ દ્વારા જણાવ્યું હતુ કે પ્રોફેશનલ એક્ટર તેમની ફિલ્મોની શૂટિંગ કરી શકે છે. પ્રોફેશનલ ક્રિકેટર્સ મોડી રાત સુધી રમત રમી શકે છે. પ્રોફેશનલ નેતા ભીડ સાથે તેમની રેલીઓ કરી શકે છે, પરંતુ તમારો બિઝનેસ અથવા પછી કામ જરૂરી સેવા નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!